અમેરિકાના ન્યુ જર્સીમાં ભારતીય મહિલાના ચહેરા પર મારવામાં આવી 7 ગોળીઓ- તસવીરો આવી સામે, જુઓ જલ્દી

અમેરિકાના નેવાર્ક શહેરના એક વિસ્તારમાં 19 વર્ષના છોકરાએ મહિલા પર ગોળીબાર કરતા ભયનું વાતાવરણ સર્જાયું હતું. ભારતના પંજાબના રહેવાસી ગૌરવ ગિલની અમેરિકન પોલીસે 29 વર્ષિય જસવીર કૌરની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે હુમલામાં 20 વર્ષિય ગગનદીપ કૌરને પણ ઈજા પહોંચાડી છે. તેને ગંભીર હાલતમાં યુનિવર્સિટી હોસ્પિટલ નેવાર્કમાં દાખલ કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી હાલમાં જ અમેરિકા પહોંચ્યો હતો. તે વોશિંગ્ટન રાજ્યના કેંટ શહેરમાં રહેતો હતો. પોલીસે થોડા જ કલાકોમાં હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી. તેની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર, હથિયાર રાખવાના બે મામલા, સેકન્ડ ડિગ્રી ગેરકાયદે હથિયાર રાખવાનો એક કેસ અને ઉચ્ચ ક્ષમતાવાળા મેગેઝિન રાખવાના ફોર્થ ડિગ્રી કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપી ગિલની મિડલસેક્સ કાઉન્ટી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, આરોપી ગૌરવ ગિલ અને ગગનદીપ કૌર, પહેલાથી એકબીજાને જાણતા હતા. બંને પંજાબના નકોદરમાં IELTS કોચિંગ સેન્ટરમાં સાથે તૈયારી કરતા હતા. ગગનદીપ સ્ટડી વિઝા પર અમેરિકા પહોંચી હતી, અને જસવીરના ઘર પર જ રોકાઇ હતી.

જસવીર પંજાબના નૂરમહાલ પાસે સ્થિત ગોરસિયનની રહેવાસી છે. તે ન્યૂ જર્સીના કાર્ટરેટમાં એમેઝોન કંપનીમાં કામ કરતી હતી અને તેનો પતિ કેબ ડ્રાઈવર છે, જે ઘટના સમયે શહેરની બહાર હતો. મૃતકના પિતાએ જણાવ્યુ, ‘અમારી દીકરીએ તેને પોતાની સાથે રાખ્યા અને દરેક રીતે મદદ કરી. ઘટના સમયે જસવીર સૂઇ રહી હતી. ગગનદીપનો ઘરની બહાર આરોપી સાથે ઝઘડો થયો હતો અને તેણે મદદ માટે જસવીરને બોલાવી. જ્યારે જસવીરે દરમિયાનગીરી કરી તો આરોપીએ તેના ચહેરા પર સાત ગોળીઓ ચલાવી દીધી અને તેનું મોત થયું.

Shah Jina