બેડરૂમ તસવીરો શેર કરવા પર ‘તારક મહેતા’ની રીટા રિપોર્ટરને મળી નસીહત, ભડકેલી અભિનેત્રી બોલી- હું કેવી પત્ની, કેવી મા…
અભિનેત્રી પ્રિયા આહુજા રાજદા ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેના રોલ માટે ફેમસ થઇ હતી.તેને આ નામે જ ઘર-ઘરમાં ઓળખવામાં આવે છે. પ્રિયાને ઘણીવાર તેની સ્ટાઇલ અને તેના કપડા માટે ખરી ખોટી સંભળાવવામાં આવે છે. તેને ટ્રોલર્સથી ઘણુ સાંભળવું પડે છે, પણ તે હંમેશા ચૂપ રહે છે પરંતુ આ વખતે તેણે ઠાની કે તે ટ્રોલર્સને મુંહતોડ જવાબ આપશે.
પ્રિયા આહુજાએ હાલમાં જ બેડરૂમની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે બ્લેક સાટિન કપડાથી પોતાનું શરીર ઢાંકેલી જોવા મળી હતી. આ તસવીરો જોયા બાદ ટ્રોલર્સે પ્રિયાને ટ્રોલ કરી હતી. ત્યારે પ્રિયા આહુજાએ તેના નફરત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. તારક મહેતાની પ્રિયા આહુજાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોંટ લખીને તેને ટ્રોલ કરનારાઓની ઝાટકણી કાઢી છે.
View this post on Instagram
પ્રિયાએ લખ્યું- મારી લેટેસ્ટ તસવીરો પર મને ટ્રોલ કરનારા તમામ લોકોને હું કહેવા માંગુ છું કે તમે લોકો મારા વિશે શું વિચારો છો તેની મને બિલકુલ પરવા નથી. તમારામાંથી ઘણાએ મારા પતિને ટેગ કરીને કહ્યું કે હું કેવા પ્રકારની પત્ની છું અને તે મને આવા કપડાં કેવી રીતે પહેરવાની મંજૂરી આપી શકે છે. પ્રિયાએ આગળ લખ્યું – તમારામાંથી ઘણાએ અરદાસ વિશે પણ લખ્યું છે કે તે તેની માતા વિશે શું વિચારશે
View this post on Instagram
અને હું તેને માતા તરીકે શું શીખવીશ. મહેરબાની કરીને માલવ અને અરદાસને નક્કી કરવા દો કે હું કેવી પત્ની અને કેવી માતા છું. પ્રિયાએ પોતાની સ્ટોરીમાં આગળ લખ્યું- હું એ પણ કહેવા માંગુ છું કે કપડાં પહેરવા માટે મારે તમારી પરવાનગી લેવાની જરૂર નથી. મારે શું પહેરવું છે અને કેવું જીવન જીવવું છે તે ફક્ત હું જ નક્કી કરીશ, તે ફક્ત મારો નિર્ણય હશે. મને તમારી સલાહની જરૂર નથી.
View this post on Instagram