બોલિવુડની ડિંપલ ગર્લ પ્રીતિ ઝિંટા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને તે અમેરિકામાં તેના પતિ સાથે જીવન વીતાવી રહી છે. હાલમાં જ પ્રીતિ IPLમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સને ચીયર કરવા ભારત પહોંચી હતી. આ દરમિયાન એક એવી ઘટના ઘટી કે જેને કારણે તે હવે ટ્રોલ થઇ રહી છે. પ્રીતિ ઝિંટાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પેપરાજી અભિનેત્રીને તસવીર ક્લિક કરાવવા કહે છે પણ પ્રીતિ કહે છે તેને ફ્લાઇટ માટે મોડુ થઇ રહ્યુ છે.
વીડિયોમાં આગળ જોવા મળી રહ્યુ છે કે એક દિવ્યાંગ વ્યક્તિ વ્હીલચેર સાયકલ લઇને અભિનેત્રી સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ જલ્દબાજીમાં અભિનેત્રી તેની કારમાં બેસીને ચાલી જાય છે. પ્રીતિ ઝિંટાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગયો અને લોકો પ્રીતિ પર પોતાની ભડાસ નીકાળવા લાગ્યા. જો કે, વીડિયોના અંતમાં દિવ્યાંગ વ્યક્તિની હતાશા પણ જોઈ શકાય છે. વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સનું કહેવું છે કે અભિનેત્રી લોકોની ઇજ્જત કરતી નથી.
એક યુઝરે લખ્યું, ‘આવા લોકોને શા માટે સન્માન આપો જેઓ 5 મિનિટ પણ રોકાઇ શકતા નથી, પ્રીતિ ઝિન્ટા પર શરમ આવે છે’. ત્યાં અન્ય એક યુઝરે લખ્યું ‘આ ગરીબ સેલેબ્સનું શરમજનક કૃત્ય’. એકે લખ્યું કે, ‘તેના ખિસ્સામાં ટીમ ખરીદવા માટે 100 કરોડ છે પરંતુ ગરીબ વ્યક્તિને 100 રૂપિયા નથી આપી શકતી. બીજાએ લખ્યું, ‘તેને કમસે કમ 100 રૂપિયા તો આપવા જોઈએ.’ એકે લખ્યું, ‘કેટલાક લોકો આ દુનિયામાં આવા પણ હોય છે.’
જો કે, પ્રીતિ ઝિન્ટાનો પક્ષ લેતા એક વ્યક્તિએ લખ્યું, ‘આ બરાબર નથી. વિકલાંગ વ્યક્તિએ આવું ન કરવું જોઈએ. તેને ઈજા પણ થઈ શકે છે. જણાવી દઇએ કે, પ્રીતિ ઝિન્ટા ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તેણે આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂરની તાજેતરની વેબ સીરિઝ ‘ધ નાઈટ મેનેજર’ પ્રોડ્યુસ કરી હતી. આ સિવાય પ્રીતિની આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સે આ વર્ષની મેચમાં સારી શરૂઆત કરી છે.
View this post on Instagram