પોતાની ગર્ભવતી પત્નીને લઇ રસ્તા ઉપર ચાલી રહ્યો હતો વ્યક્તિ, અચાનક ઉપડ્યો દુઃખાવો, લોકો પાસે બે હાથ જોડીને મદદની ભીખ માંગવા લાગ્યો પતિ, પરંતુ…

ખરેખર માનવતા મરી પરિવારી છે તેનું એક મોટું ઉદાહરણ, ગર્ભવતી પત્નીને અચાનક ઉપડ્યો દુઃખાવો, રસ્તામાં મદદ માટે ભીખ માંગતો રહ્યો પતિ, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

કેટલીકવાર આપણે એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ, જ્યારે આપણે રસ્તામાં લોકો પાસે મદદ માટે વિનંતી કરવી પડે છે. મોટા ભાગના લોકો એવા હોય છે કે જેઓ કોઈ શા માટે મદદ માંગે છે અથવા તેઓ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેની પરવા કરતા નથી. જો કે, કેટલાક લોકો ત્યાં ચોક્કસપણે મળી જશે જે તમારી લાચારીમાં તમારી મદદ કરવા આગળ આવશે, પરંતુ જ્યારે કોઈ એક વ્યક્તિ મદદ માટે આગળ આવે છે, તો તેની સાથે બીજા પણ લોકો પણ મદદ માટે આગળ આવે છે.

હાલ આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું, જ્યારે એક સગર્ભા મહિલાને રસ્તાની વચ્ચે અચાનક પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થયો. હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગર્ભવતી મહિલા અને તેનો પતિ રસ્તા પર જઈ રહ્યા છે. પછી અચાનક મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા થવા લાગે છે.

દર્દના કારણે રડતી મહિલા રસ્તાની વચ્ચે બેસી જાય છે અને પીડા થવા લાગે છે. આ દરમિયાન, પતિ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને આવતા-જતા લોકો સાથે હાથ જોડીને મદદ માટે વિનંતી કરવા લાગે છે કે કોઈ તેની ગર્ભવતી પત્નીને હોસ્પિટલ લઈ જાય. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને તેને ઓળખતા લોકોને ફોન કરવા લાગ્યો.

રસ્તે પસાર થતા વાહનોની સામે આવીને પતિ મદદ માટે હાથ જોડે છે. શરૂઆતમાં તેની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. જો કે, જ્યારે તેનો પતિ દુઃખી થઈને કાળા રંગની કારની સામે ઘૂંટણિયે પડીને મદદ માટે આજીજી કરવા લાગ્યો. જેના બાદ કાર ઉભી રહી છે અને તેમાંથી એક વ્યક્તિ બહાર આવીને તે મહિલાની મદદ કરે છે અને તેને ઊંચકીને કારમાં બેસાડે છે. આ જોઈને પાસેથી પસાર થઇ રહેલો એક અન્ય વ્યક્તિ પણ મદદ માટે આગળ આવે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને ભાવુક પણ કરી રહ્યો છે. જો કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે કે સાચો છે કે મનોરંજન માટે શૂટ કરવામાં આવ્યો છે તેની અમને જાણકારી નથી અને અમે પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરીને મદદ કરનારની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel