સુરત: સંબંધી પાસેથી લીધા 50,000 ઉછીના, “હું તમને છોડીને જાઉં છું, પોલીસકર્મી મને ખૂબ જ…”, સુસાઇટ નોટમાં જણાવી હકીકત, જુઓ
Praudh who committed suicide in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણા લોકો પારિવારિક ઝઘડાના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગો અથવા તો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર કેટલાક લોકો કોઈના માનસિક ત્રાસથી પણ આપઘાત કરી લેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક શ્રમજીવી આધેડે પોલીસના ત્રાસથી આપઘાત કરી લીધો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસારસુરતમાં એક આધેડને 50 હજાર રૂપિયાની ઉઘરાણીને લઈને પોલીસ ટોર્ચર કરી રહી હતી. જેને લઈને આધેડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને ચકચારી પણ મચી ગઈ હતી. આધેડે તેમના કોઈ ઓળખીતા પાસેથી 50 હજાર ઉછીના લીધા હતા જે ચૂકવી ના શકતા પીએસઆઇ એ.એ. આહીર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ટોર્ચર કરતા હોવાની વાત મૃતક આધેડે પોતાની સુસાઇડ નોટમાં લખી છે.
આધેડ મુર્તક કિશોરભાઈ ગોહિલ દ્વારા સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, “પ્રિય લત્તા, મયુર, ક્રિષ્ના હું તમને છોડીને જાવ છું. તો મને માફ કરી દેજો. કારણ કે મને ટેન્શન એટલું વધી ગયું છે કે અને એક પોલીસ ઈન્સ્પેક્ટર- વેડરોડ હરીઓમ મિલ પાસે પોલીસ ચોકી કોલ કરીને મને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટોર્ચર કરે છે. એ.એ.આહીર લેન્ડ લાઈન નંબર છે. 0261 2462570. દરેક સગા સબંધીને મારા સાદર પ્રણામ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો.”
તેમને આગળ એમ પણ લખ્યું કે, “મે વિનયભાઈ પાસેથી રૂા. 50000 લીધા હતા. તેમણે પોલીસને કહ્યું હતું તે મને ટોર્ચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તહેકીકાત કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોર્ચર કરી મજબૂરીનો લાભ ન ઉઠાવે.” પાલ રોડ સુમન છાયા ખાતે રહેતા 51 વર્ષીય કિશોરભાઈ મનસુખભાઈ ગોહીલ સુથારી કામ કરી ગુજરાન ચલાવતા હતા. ત્યારે ગત બુધવારે રાત્રે તેમણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.