એક ટોપ સેલિબ્રિટીની લાશ બાથરૂમમાંથી મળી, બેડરૂમનો નઝારો જોઈને પોલીસે ચોંકી ઉઠી

આપણા દેશની ટોપ ફેશન ડિઝાઇનર્સમાંની એક પ્રત્યુષા ગરિમેલાનું (Prathyusha Garimella) શંકાસ્પદ હાલતમાં નિધન થયું છે. પ્રત્યુષા તેલંગાણાના હૈદરાબાદમાં આ સેલિબ્રિટી ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. હૈદરાબાદની બંજારા હિલ્સ પોલીસઅનુસાર, ફેશન ડિઝાઈનર પ્રત્યુષા તેના વોશરૂમમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી.

પોલીસને પ્રત્યુષાના વોશરૂમમાંથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડનો સિલિન્ડર મળી આવ્યો છે. બંજારા હિલ્સ પોલીસ શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધીને તપાસ કરી રહી છે અને પ્રત્યુષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે કાર્બન મોનોક્સાઇડ ગેસ સૂંઘવાથી ૩૫ વર્ષની ફેશન ડિઝાઈનર પ્રત્યૂષાનું મૃત્યુ થયું છે.

આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે. લાશને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલ મોકલવામાં આવી છે. પ્રત્યૂષા ડિપ્રેશનથી પીડાતી હતી. હૈદરાબાદના બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નાગેશ્વર રાવે જણાવ્યું છે કે તે રૂમમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં કોઈ પર આરોપ લગાવવામાં આવ્યો નથી.

તેમાં લખ્યું છે, “ઘણી એકલતા અનુભવુ છુ, ડિપ્રેશનમાં છુ.” એવું માનવામાં આવે છે કે ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલા ડિપ્રેશનથી પીડિત હતી, જો કે હજુ સુધી કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યુષાની ઉંમર 35 વર્ષની હતી અને તે બંજારા હિલ્સના ફિલ્મ નગરમાં એક ઘરમાં રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે આ ફેશન ડિઝાઇનરે USA માંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. તે પછી તે હૈદરાબાદ આવી અને તેણે કરિયરની શરૂઆત કરી. તેણીએ વર્ષ 2013માં પોતાના નામથી એક લેબલ શરૂ કર્યું અને ત્યાર બાદ તેણે પાછળ વળીને જોયું નથી. તેણે ટોલીવુડ અને કેટલીક બોલીવુડમાં ઘણી લોકપ્રિય ફિલ્મી હસ્તીઓ માટે કામ કર્યું.

YC