પ્રતિક બબ્બરે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કરી લીધા. પરંતુ આ લગ્નમાં પરિવારથી દૂરી અને વિવાદોની એક નવી કહાની જોવા મળી. પ્રતીકના લગ્ન તેની સ્વર્ગસ્થ માતા સ્મિતા પાટિલના ઘરે થયા હતા. પરંતુ નવાઈની વાત એ છે કે અભિનેતાના પિતા રાજ બબ્બર અને તેમના આખા પરિવારને આ લગ્નનું આમંત્રણ પણ મળ્યું ન હતું. સોશિયલ મીડિયા પર પ્રતીક અને પ્રિયાના લગ્નના ફોટોઝ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલા છે.
તસવીરોમાં કપલ ઓફ-વ્હાઇટ આઉટફિટમાં જોવા મળે છે, બંને મંડપમાં એકબીજા સાથે ખૂબ ખુશ જોવા મળે છે. લગ્ન દરમિયાન જ્યારે પ્રતીકે પ્રિયાને વરમાળા પહેરાવી ત્યારે તે ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. લગ્ન મંડપમાં આ કપલે એકબીજાને લિપ કિસ કરવાની તક ગુમાવી નહીં.
લગ્નની સુંદર તસવીરો શેર કરતા કપેલ લખ્યું, “દરેક જન્મમાં તમારી સાથે લગ્ન કરીશ #priyaKAprateik,” આ કપલ ચાર વર્ષથી વધુ સમય સુધી રિલેશનશિપમાં રહ્યા. પ્રતિક બબ્બર અને પ્રિયા બેનર્જીએ બે વર્ષ પહેલા જ વેલેન્ટાઇન ડે 2023ના અવસર પર ઇન્સ્ટાગ્રામ પર તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. આ પછઈ બરાબર બે વર્ષ બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાયા.
કન્યા અને વરરાજાએ તેમના મોટા દિવસ માટે ડિઝાઇનર તરુણ તહિલિયાની દ્વારા બનાવેલ હાથીદાંતના આઉટફિટ પસંદ કર્યા હતા. આ આઉટફિટમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પ્રતીક બબ્બરે માત્ર ગુપ્ત રીતે લગ્ન નથી કર્યા પરંતુ આ દરમિયાન પરિવારથી અંતર પણ જાળવી રાખ્યું. પ્રતીકના સાવકા ભાઈ આર્ય બબ્બરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરી આ લગ્ન પર કટાક્ષ કર્યો.
તેણે લખ્યું કે “પપ્પાએ બે વાર લગ્ન કર્યા, દીદીએ બે વાર લગ્ન કર્યા અને હવે મારો ભાઈ પણ બીજી વાર લગ્ન કરી રહ્યો છે. મારા ડોગ હેપ્પીને પણ બે ગર્લફ્રેન્ડ છે.” એટલું જ નહીં, આર્યાએ એવો પણ દાવો કર્યો હતો કે કોઈ પ્રતિકને પરિવારથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આર્યએ કહ્યું કે તે સમજી શકાય તેવું છે કે તેણે તેની માતા નાદિરા બબ્બરને આમંત્રણ આપ્યું નથી, જે પ્રતીકની સાવકી માતા છે, પરંતુ તેણે કમસે કમ તેના પિતા રાજ બબ્બરને તો આમંત્રણ આપવું જોઈતું હતું.
જણાવી દઈએ કે, આ પ્રતીકના બીજા લગ્ન છે. તેણે પહેલા લગ્ન 2019માં સાન્યા સાગર સાથે કર્યા હતા પરંતુ 2023માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, પ્રતીક રાજ બબ્બર અને સ્મિતા પાટિલનો પુત્ર છે. સ્મિતા પાટિલ રાજ બબ્બરની બીજી પત્ની હતા. તેમના પહેલા લગ્ન નાદિરા બબ્બર સાથે થયા હતા. જેમનાથી તેમને બે બાળકો આર્ય બબ્બર અને જુહી બબ્બર છે.
View this post on Instagram
રાજ બબ્બરને સહ-અભિનેત્રી સ્મિતા પાટિલ સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ 1983માં લગ્ન કરી લીધા. આ કપલે 1986માં તેમના પુત્ર પ્રતીકનું સ્વાગત કર્યું, પરંતુ દુઃખની વાત છે કે સ્મિતા પાટિલનું પ્રતીકને જન્મ આપ્યાના થોડા જ દિવસોમાં અવસાન થયું હતુ. તેમના અકાળ અવસાન પછી રાજ બબ્બર તેમની પહેલી પત્ની નાદિરા પાસે પાછા ફર્યા હતા.
View this post on Instagram