Funny Video: પતિ-પત્ની સુઈ રહ્યા હતા ત્યારે જ આ વ્યક્તિએ કરી એવી હરકત કે વીડિયો જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો

સોશિયલ મીડિયામાં રોજ કેટલીય પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોન અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. તો ઘણા કન્ટેન્ટ ક્રિએટર દ્વારા એવા કોમેડી વીડિયો પણ બનાવવામાં આવે છે જે જોઈને આપણે પણ પેટ પકડીને હસવા લલાગી જઈએ.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં પતિ પત્ની સાથે થતો એક પ્રેન્ક જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઘરમાં પતિ પત્નીના બેડરૂમમાં એક વ્યક્તિ સોફાની એક ખુરશીમાં પહેલાથી જ છુપાઈ જાય છે. અને પછી એવી હરકતો કરે છે કે જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગી જશો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સોફાની ખુરશીમાં એવી રીતે છુપાઈ જાય છે કે તેના ઉપર કોઈની નજર પડી જ ના શકે. થોડીવારમાં પત્ની બેડમાં આવીને સુઈ જાય છે અને પછી તેનો પતિ પણ આવે છે. બંને શાંતિથી સુઈ ગયા હોય છે અને રોમાન્સની તૈયારી જ કરતા હોય છે ત્યાં જ એમની સાથે એવી ઘટના બને છે કે લોકોને આ વીડિયો જોવાનું વારંવાર મન થઇ જાય.

હકીકતમાં જયારે પતિ પત્ની રોમાન્સની તૈયારી કરતા હોય છે ત્યારે જ સોફાની અંદર છુપાઈ રહેલો વ્યક્તિ સોફાના એક છેદમાંથી બોલ સીધા જ કપલ ઉપર નાખે છે. કપલને સમજમાં નથી આવતું કે આ બોલ ક્યાંથી આવ્યો, તે આમ તેમ તપાસ કરે છે પરંતુ કઈ નથી દેખાતું, અને પાછા સુઈ જાય છે, પરંતુ તે વ્યક્તિ થોડી થોડી વારે બોલ ફેંકતો જ રહે છે, જેના કારણે બંને ખુબ જ ગુસ્સે ભરાય છે અને તે વ્યક્તિને પકડી પાડવા માટે વિચારે છે અને વીડિયોના અંતમાં તે વ્યક્તિ બોલ ફેંકવા જતા કપલના હાથમાં આવી જાય છે. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે કે પછી હકીકત છે તેની કોઈ પુષ્ટિ નથી થઇ, પરંતુ લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel