પ્રમુખસ્વામીની બાયપાસ સર્જરી દરમિયાન ડોક્ટરોને થયુ હતુ એવું કે તમે પણ કહેશો આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું
ગુજરાતમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સ્વ ઘણો ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના ઓગણજ ખાતે જે ભવ્ય મહોત્સ્વ ચાલી રહ્યો છે તે એક મહિના સુધી ચાલવાનો છે. ત્યારે આ સમયે પ્રમુખસ્વામી સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો પણ બહાર આવી રહ્યા છે. હાલ એક ડોક્ટરે પોતાનો અનુભવ શેર કર્યો છે, જેમણે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરવામાં આવી ત્યારે શું થયું હતું તે જણાવ્યુ છે. ડોક્ટર તેજસ પટેલ કે જેમણે પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી હતી
તેમણે કહ્યુ, જ્યારે તેઓ એક વખત ધર્મગુરુ પ્રમુખસ્વામી પર હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરી રહ્યા હતા ત્યારે ઓપરેશન દરમિયાન તેમનું હૃદય ડોક્ટરે હાથમાં લીધું એ સમયે તેમને અત્યંત સુખદ અને અદ્રિતીય અનુભૂતિ થઇ, જેને કારણે તેઓ પુલકિત બની ગયા, તેઓએ કહ્યુ કે, સમગ્ર ઓપરેશન થિયેટરમાં પણ કોઇ દૈદીપ્યમાન દિવ્યતા અવતરી હોય તેમ લાગતું હતું. પ્રમુખ સ્વામીજીને જ્યારે તાત્કાલિક બાયપાસ સર્જરી કરવાના નિર્ણયની જાણ કરવામાં આવી ત્યારે તેમણે હાથમાંની માળા ફેરવતાં કહ્યુ હતુ કે, જેવી ભગવાનની ઇચ્છા.
પ્રમુખ સ્વામીની આવી તિતિક્ષાનો આધ્યાત્મિક ગુણ જોઇ ડોક્ટરોની ટીમ પણ અચંબો પામી ગઇ હતી. તેઓએ શારીરિક વેદના સહન કરતાં પણ સતત સ્વામીનારાયણ મંત્રનો અનિમેશ જપ કર્યો અને તેમના સાત દિવસના હોસ્પિટલના નિવાસ દરમિયાન અમેરિકન સ્ટાફને પણ તેમની હાજરીનો અપૂર્વ આકર્ષણ અને દિવ્યતાનો અનુભવ થતો રહ્યો.એબીપી અસ્મિતા સાથે વાત કરતા ડોક્ટર તેજસ પટેલે કહ્યુ કે, તેઓ પ્રમુખ સ્વામીજીને ઘણા નજીકથી જાણતા હતા અને તેમના દિલ સુધી પહોંચ્યા. ડોક્ટર તેજસ પટેલ અને તેમની ટીમે પ્રમુખ સ્વામીની બાયપાસ સર્જરી કરી હતી.
ડો.તેજસ પટેલ આજે પણ તેમની સ્મૃતિ ભૂલ્યા નથી. તેમણે કહ્યુ કેસ ઘણા મોટા અને મહત્વના લોકોની તેમના દ્વારા સારવાર કરવામાં આવી છે, પરંતુ ‘સ્વામીજી’ તેમનામાં આદર્શ અને દિવ્ય વ્યક્તિત્વ હતા, જેમની સારવાર કરવાનું તેમને સૌભાગ્ય મળ્યું હતું. પ્રમુખ સ્વામીજીની સારવાર કરનારા ડોક્ટરે જણાવ્યું કે તેઓ બાળપણથી જ તેમને અવારનવાર મળતા અને તેઓ જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે જે પ્રેમ હતો તે છેલ્લા દિવસો સુધી રહ્યો.
પ્રમુખ સ્વામીને ડોકટરમાં અતૂટ વિશ્વાસ હતો. જ્યારે તેમની બાયપાસ સર્જરી કરાવવાની હતી ત્યારે બધા જ તંગ હતા, પરંતુ પ્રમુખસ્વામી જ એકલા હતા જેઓ હળવા હતા. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં મુખ્ય સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો ભાગ લઇ રહ્યા છે. પીએમ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતુ.
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો અને આ સિવાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી અને ગુજરાતની કોકિલકંઠી ગાયિકા કિંજલ દવે પણ તેના પરિવાર સાથે અહીં હાજર રહી હતી. આ ઉપરાંત ગુજરાતના અનેક પ્રખ્યાત ઉદ્યોગપતિઓ પણ આવનારા દિવસોમાં ભાગ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં ન્યૂ જર્સી ખાતે આવેલા અક્ષરધામના સ્વામી યજ્ઞવલ્લભદાસ સ્વામીએ જણાવ્યુ કે, જ્યારે તેમની બાયપાસ સર્જરી કરવા માટે તેઓ પધાર્યા ત્યારે સર્જરી પૂરી થયા બાદ એક મહિનો તેમણે આરામ કર્યો
અને પછી એક સ્થાનિક મંદિરના કાર્યકર્તાઓની મીટીંગ થઇ ત્યારે તેમાં તો સામાન્ય પ્રશ્નો હતા પણ બાપાએ એકદમ પ્રેમથી ઉદ્દેશ્ય આપ્યો અને બધાએ હળી મળી કેવી રીતે કામ કરવુ તે માર્ગદર્શન આપ્યુ. આ પૂરુ થયા બાદ સ્વામીજી સ્ટેજ પર ગયા અને માઇક લઇને કહ્યુ કે, આપણે તો K.G.માં છીએ, તેઓ આગળ એવું બોલવા જતા જ હતા કે બાપા PHDમાં છે, આવી નાની બાબત માટે બાપાનો આટલો સમય તો કંઇ બગાડાતો હશે. આપણે તો K.G.માં છીએ એવું કહેતાં જ પ્રમુખસ્વામી બોલ્યા ઉભા રહો, આ લોકો KGમાં છે, આ લોકો તો ભગવાનના ભક્તો છે અને એટલા માટે માથાના મુકટ છે. એવું ન કહેવાય કે તેઓ KGમાં છે.