‘ગાડી તો ઠોકાય હવે, બહુ ટેન્શન નહીં લેવાનું’, 9 લોકોના જીવ લેનાર ‘તથ્ય પટેલ’ના પિતા પ્રજ્ઞેશ પટેલની AUDIO ક્લિપ વાયરલ
અમદાવાદ ઈસ્કોન ફ્લાય ઓવર પર 10 લોકોને કચડનાર તથ્ય પટેલ કેસમાં રોજેરોજ નવા નવા ખુલાસા થતા રહે છે, ત્યાકે હાલમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઇ રહી છે. પ્રજ્ઞેશ પટેલે આ ઓડિયો ક્લિપ આપણે જે રીતે વોટ્સએપમાં રેકોર્ડ કરીને બીજાને મોકલીએ તેવી રીતે મોકલી હતી અને આપણે કદાચ એવું માની શકીએ કે આ ઓડિયો ક્લીપ તેમણે તેમના કોઇ સ્વજનને તથ્યએ અકસ્માત સર્જ્યો તે બાદ મોકલી છે.
19 – 20 વર્ષના છોકરાઓથી ગાડી ઠોકાઇ બહુ ટેન્શન નહિ લેવાનું
આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ પટેલ કહે છે કે,આજીવન કઈ નહીં થાય, ગોડ બ્લેસ બધાને, આવું તો ઠોકાય, હવે ગાડીઓ ઠોકાય, 19 – 20 વર્ષના છોકરાઓ આવી રીતે કોક દિવસ થઈ જાય, બહુ ટેન્શન નહીં કરવાનું, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ. આ ઓડિયો ક્લિપ કે જે હાલ સોશિયલ મીડિયામાં ઘણી વહેતી થઇ છે તે અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે.
પોલિસે પણ તપાસ માટે તજવીજ હાથ ધરી
જે બાદ આખરે પોલીસે પણ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ પટેલનો અવાજ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. જો કે, આ ઓડિયો ક્લિપ ક્યારની છે અને આ ક્લિપમાં જે અવાજ છે તે પ્રજ્ઞેશ પટેલનો છે કે નહિ તે અંગે ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતુ. તેમજ આ ઓડિયો ક્લિપ અકસ્માત બાદની જ છે તેની પણ અમે પુષ્ટિ નથી કરતા.