છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના મામલા સામે આવી રહ્યા છે, નાનાથી લઇને મોટેરાઓ સુધી ઘણાના હ્રદયરોગના હુમલાને કારણે મોત થયા છે, ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો છે. પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંત પ્રસંગમાં નાગિન ડાન્સ કરી રહેલા સસરાને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ઢળી પડ્યા બાદ ત્યાં જ મોત નીપજ્યું.
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુતિયાણાના વેપારી એસોસિએશનના સભ્ય અને શહેરના તિરુપતિ કુરિયરના સંચાલક દિનેશ બારોટના ઘરે પુત્રવધુના સીમંતનો પ્રસંગ હતો અને તેને લઇને દાંડિયા રાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ કુતિયાણામાં આવેલ મહેર સમાજની વાડી ખાતે ચાલી રહ્યો હતો અને આ પ્રસંગમાં સસરા દિનેશભાઈ બારોટ નાગીન ડાન્સ કરી રહ્યા હતા. આ સમયે જ અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ બેસૂધ બની ઢળી પડ્યા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું. દિનેશભાઈ બારોટનું અચાનક મોત થતાં ખુશીનો આ પ્રસંગ શોકમાં ફેરવાયો હતો.
View this post on Instagram