તો શું આપણા દેશમાં હવે વસતી નિયંત્રણનો કાયદો આવશે ? જાણો બધી જ વિગત

ઉત્તર પ્રદેશ સરકારના વસતી નિયંત્રણ બિલ પર ચર્ચા વચ્ચે સંસદના મોનસૂન સત્રમાં પણ પૂરા દેશ માટે વસતી નિયંત્રણ બિલ પર ચર્ચા થશે. વસતી નિયંત્રણ બિલને લઇને બીજેપીએ એક ખાસ રણનીતિ બનાવી છે. બીજેપીની યોજના રાજયસભા સાંસદો દ્વારા આ બિલને પ્રાઇવેટ મેંબર બિલની રીતે રાજયસભામાં રજૂ કરી ચર્ચા કરાવવાની છે.

વસતી નિયંત્રણ કાનૂન લાવવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. હવે 6 ઓગસ્ટના રોજ પ્રાઇવેટ મેંબર બિલ પર રાજયસભામાં ચર્ચા થશે. બીજેપી સાંસદ રાકેશ સિન્હાના પ્રાઇવેટ મેંબર બિલ પર ચર્ચા થઇ શકે છે. ત્યાં જ આ વિશે રાજયસભા સભ્ય અનિલ અગ્રવાલનું પ્રાઇવેટ મેંબર બિલ પણ આપવામાં આવ્યુ છે.

તમને જણાવી દઇએ કે, મોનસૂન સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં 19 બેઠક થશે. 18 જુલાઇએ સદનના ફ્લોર પર લીડરની બેઠક થશે, તે બાદ સદનની કાર્યવાહી ચલાવવા માટે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક થશે.

વિશ્વ વસતી દિવસના મોકા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ વસતી નિયંત્રણ નીતિ 2021-30 જારી કરી હતી, તેમણે કહ્યુ હતુ કે વધતી વસતી વિકાસમાં એક મોટી બાધા છે. આરએસએસનું માનવું છે કે, તેનાથી બીજેપીનો વિધાનસભા ચૂંટણીમાં સીધો ફાયદો થશે.

Shah Jina