આ તો સાવ બેશરમ છે, જાણી જોઈને પૂનમે મોતની અફવા ફેલાવી, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને જણાવી હકીકત, લોકોનો ગયો પિત્તો

Poonam Pandey is ALIVE : ગઈકાલે આખા દેશમાં એક ખબરે તહેલકો મચાવી દીધો હતો અને એ ખબર હતી બૉલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મોતની, તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ પણ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી

અને તેમાં કહેવામાં આવ્યું હતું કે સર્વાઈકલ કેન્સરના કારણે અભિનેત્રીનું મોત થયું છે, જેના બાદ દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, તેના મોત અંગે અલગ અલગ શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ડ્રગ્સના ઓવર ડોઝના કારણે પણ તેનું મોત થયું હોવાની ખબર સામે આવી હતી, પરંતુ તેના મોતની અધિકારીક પુષ્ટિ નહોતી થઇ.

જીવતી છે પૂનમ પાંડે :

પરંતુ હવે આ આખા મામલા પરથી પડદો ઊંચકાઈ ગયો છે અને પૂનમ પાંડેનું મોત ફક્ત એક અફવા હોવાનું સામે આવ્યું છે. પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં પૂનમ પોતે જીવિત હોવાનું જણાવી રહી છે. આ જોઈને લોકોનો પિત્તો પણ સાતમા આસમાને પહોંચી ગયો છે અને પૂનમને ઘણી ખરી ખોટી વાતો સંભળાવી રહ્યા છે, સાથે જ આ બધું એક પબ્લિસિટી સ્ટન્ટ હોવાનું પણ કહી રહ્યા છે.

સર્વાઈકલ કેન્સર વિશે કરી વાત :

પૂનમે પહેલો વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, “હું તમારા બધા સાથે કંઈક મહત્વપૂર્ણ શેર કરવા માટે મજબૂર અનુભવું છું – હું અહીં છું, જીવંત છું. સર્વાઇકલ કેન્સરે મારો જીવ નથી લીધો, પરંતુ દુ:ખદ વાત એ છે કે તેણે હજારો મહિલાઓના જીવ લઇ લીધા છે જેઓ આ રોગનો સામનો કેવી રીતે કરવો તે અંગેના જ્ઞાનના અભાવને કારણે ઉદભવે છે. કેટલાક અન્ય કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સર સંપૂર્ણપણે અટકાવી શકાય તેવું છે.”

જાગૃતિ લાવવા કર્યું આ નાટક :

પૂનમે આગળ જણાવ્યું કે, “મુખ્ય વાત HPV વેકિસન અને તરત ઓળખ કરનારા પરીક્ષાનોમાં છે. અમારી પાસે એ સુનિશ્ચિત કરવાના સાધનો છે કે કોઈ પણ વ્યક્તિ આ રોગથી પોતાનો જીવ ન ગુમાવે. ચાલો નિર્ણાયક જાગૃતિ સાથે એકબીજાને સશક્ત કરીએ અને ખાતરી કરીએ કે દરેક મહિલાને લેવાના પગલાં વિશે જાણ કરવામાં આવે. શું કરી શકાય તે વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે બાયોમાંની લિંકની મુલાકાત લો. ચાલો સાથે મળીને રોગની વિનાશક અસરનો અંત લાવવા અને લાવવાનો પ્રયત્ન કરીએ.”

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

બે વીડિયો આવ્યા સામે :

તો બીજા વીડિયોના માધ્યમથી પૂનમે જણાવ્યું છે કે, “પૂનમ પાંડે જીવે છે અને સ્વસ્થ છે.” તેના સાહસિક કાર્યનો ઉદ્દેશ્ય આ મૂક ખતરા પર વિજય મેળવવા માટે અને નિયમિત તપાસની તાત્કાલિક અને જલ્દી ઓળખ કરવી અને જ્ઞાન અને શક્તિ પર પ્રકાશ પાડવાનો છે.” ત્યારે હવે તેના આ બંને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને પૂનમના ચાહકોએ તે જીવતી છે તે જાણીને હાશકારો લીધો છે તો બીજી તરફ તેના આવા કૃત્યના કારણે લોકો ગુસ્સે પણ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel