પૂનમ પાંડેએ બધાને મૂર્ખ બનાવ્યા, આ તો જીવિત છે, વીડિયો શૂટ કરીને કહ્યું આ કારણે મેં આવું કર્યું છે, જુઓ વીડિયો

‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, કયા ગમ હૈ જિસકો છુપા રહે હો’ જગજીતની આ લાઇન્સ એક્ટ્રેસ પૂનમ પાંડે પર એકદમ ફીટ થઇ રહી છે. કોણ જાણતુ હતુ કે હંમેશા હસતી રહેનારી પૂનમ પાંડે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. 2 ફેબ્રુઆરીએ સવારે જ્યારે એક્ટ્રેસના મોતની ખબર સામે આવી તો બધા ચોંકી ગયા. પૂનમે 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ.

આ સમાચાર વચ્ચે આજે બપોરે લાઈવ થઈ હતી. તેણે આ પબ્લિસિટી સ્ટંટ જાગૃતિ ફેલાવવા માટે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સવારે 32 વર્ષની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી.

પૂનમના મૃત્યુનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું કહેવાતું હતું. તેની ટીમે મૃત્યુ અંગે માહિતી આપી હતી પરંતુ કોઈ પણ તેના વિશે નક્કર માહિતી આપી શક્યું નહોતું.

પૂનમ પાંડે જીવિત છે આ મેટર સામે આવતા જ ફેન્સ બરાબરના ભડક્યા છે. તેમના ઉપર સોશિયલ મીડિયા ઉપર ભડાસ કાઢી રહ્યા છે. એક ફેને તો ત્યાં સુધી કહી દીધું કે, આ તો સાવ બેશરમ છે.’

તમને જણાવી દઈએ કે પૂનમના નિધનની જાણકારી તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યુ હતુ કે તેનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયુ છે. ત્યારે ચાહકો અને મિત્રો માટે આ ખબર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

પૂનમ સર્વાઇકલ કેન્સરથી લડી રહી હતી અને આ વિશે કોઇને જાણકારી પણ નહોતી. ત્યારે બધાના મનમાં ઘણા સવાલ છે, પૂનમના ચાહકો અને મિત્રો એ જાણવા માગે છે કે આખરે પૂનમની ડેડ બોડી ક્યા છે ?

તેનું મોત ક્યાં થયુ ? તેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થવાના છે ? જો કે આ સવાલના જવાબ તેનો પરિવાર જ આપી શકે છે. જો કે, એક્ટ્રેસની મોતની ખબર બાદથી ફેમીલીનો કોઇ પતો નથી, પૂનમની બહેને પણ તેનો ફોન બંધ કરી લીધો છે.

બધા જ પૂનમના પરિવારના જવાબની રાહ જોઇ રહ્યા છે. પૂનમ પાંડેની અચાનક મોતની ખબર સાંભળી તેનો બોડીગાર્ડ પણ શોક્ડ છે. હિરોઈને વિડીયોમાં જણાવ્યું છે કે, ‘હું મરી નથી, જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી.

તેણી તેમના વિશે કંઇ કરી શકતી ન હતી કારણ કે તેણીને કંઇ ખબર ન હતી. હું તમને અહીં જણાવવા માંગુ છું કે અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત સર્વાઇકલ કેન્સરને હરાવવા પોસિબલ છે. તમારે બસ તમારા પરીક્ષણો કરાવવા પડશે અને HPV રસી મેળવવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

YC