ભગવાન શાલિગ્રામ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવેલી પૂજા સિંહ સોશિયલ મીડિયા છોડીને ભાગી, કારણ જાણીને તમે પણ રહી જશો હેરાન

તો આ કારણે પૂજા સિંહે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા લગ્ન ? લોકોએ કહ્યું ફોલોઅર્સ વધારવા માટે આમ કર્યું તો પૂજાએ લઇ લીધો મોટો નિર્ણય, જુઓ હવે કેમ ચર્ચામાં આવી

આજકાલ એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ના હોય. થોડા સમય પહેલા જ વડોદરાની ક્ષમા બિંદુએ પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા અને ત્યારે તે ખુબ જ ચર્ચામાં આવી હતી, સોશિયલ મીડિયામાં પણ તેના ફોલોઅર્સ વધવા લાગ્યા હતા અને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા હતા.

ત્યારે હવે થોડા સમયથી વધુ એક નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અને તે છે પૂજા સિંહનું. પૂજા ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવી છે. તેને જ્યારથી ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે ત્યારથી જ લોકોના મોઢા પર બસ એક જ નામ ચાલી રહ્યું છે પૂજા સિંહનું. ઘણા લોકો તેના આ લગ્નનું સમર્થન કરી રહ્યા છે તો ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

પૂજા 30 વર્ષની છે અને તે આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચામાં છે. પૂજાએ 8 ડિસેમ્બરે ભગવાન સાથે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ પૂજા સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગઈ હતી. દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ. પૂજાના લગ્નમાં 300થી વધુ સંબંધીઓએ પણ હાજરી આપી હતી.

ભગવાન સાથે ફેરા લેતા પહેલા પીઠી, મહેંદી અને સંગીત પણ કરવામાં આવ્યું હતું. ફેરા દરમિયાન પૂજાને સિંદૂરને બદલે ચંદનથી માંગ ભરીને અને લગ્ન પછી પૂજાની વિદાય પણ થઈ ગઈ. પૂજાના આ લગ્નથી તેના પિતા ખુશ ન હતા, તેથી લગ્નમાં હાજર ન હતા. તેની માતાએ તલવાર રાખીને દીકરીનું કન્યાદાન લીધું હતું.

પૂજાએ પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું છે. તે જયપુર જિલ્લાના ગોવિંદગઢ પંચાયત સમિતિના નૃહસિંગપુરા ગામમાં રહે છે. પરંતુ હવે પૂજા ફરી ચર્ચામાં આવી છે.  હવે તે એ વાતને લઈને ચર્ચામાં છે કે તેણે પોતાને સોશિયલ મીડિયાથી દૂર કરી લીધી છે. સોશિયલ મીડિયા પર નિયમિત રીતે પોસ્ટ કરતી પૂજાએ છેલ્લા પાંચ દિવસથી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈપણ પોસ્ટ કર્યું નથી.

પૂજાના લગ્ન અંગે તેણે સ્પષ્ટતા આપ્યા બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકો એવું પણ કહે છે કે તેણે પ્રસિદ્ધિ મેળવવા માટે આવું કર્યું હતું. હવે આનું સાચું કારણ પૂજા જ કહી શકે છે. પરંતુ લગ્ન બાદ ઈન્સ્ટા પર તેના ફોલોઅર્સ ચોક્કસ વધી ગયા છે.

પૂજા સિંહે 15 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્ન વિશે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે મારા કારણે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી છે, તેથી હું માફી માંગુ છું, મારો એવો કોઈ ઈરાદો નહોતો. લગ્ન પહેલા પંડિતજીએ કહ્યું કે તમારે વિષ્ણુ વિવાહ રિવાજ અને આદર સાથે કરવા પડશે, તેથી મેં પૂરા સન્માન સાથે લગ્ન કર્યા.

Niraj Patel