મશહૂર કોસ્મેટિક બ્રાંડનો ચહેરો બની આ પોલિસ અધિકારી, મળો ભારતની વંડર વુમન એક્શા કેરુંગને…

પોલિસ ઓફિસરથી લઇને સુપર મોડલ સુધી, સિક્કિમની આ મલ્ટીટેલેંટેડ લેડીની કેમ થઇ રહી છે આટલી બધી પ્રશંશા

પ્રખ્યાત કોસ્મેટિક બ્રાન્ડ Maybellineએ તાજેતરમાં જ તેની બ્રાન્ડના નવા ચહેરાઓ દર્શાવતું પોસ્ટર શેર કર્યું. હવે નવા ચહેરાઓમાં સુહાના ખાન સાથે અનન્યા બિરલા, પીવી સિંધુ અને એક્શા કેરુંગનો સમાવેશ થાય છે. સુહાના ખાન જલ્દી જ એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પીવી સિંધુ એક પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી છે, અનન્યા બિરલા ગાયક અને બિઝનેસવુમન છે,

જ્યારે એક્શા કેરુંગ સિક્કિમમાં પોલીસ ઓફિસર છે. Eksha Kerung માત્ર એક પોલીસ ઓફિસર જ નહિ પણ એક મલ્ટી ટાસ્કિંગ ગર્લ છે જેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ગ્લમેરસ તસવીરોથી ભરેલું છે. અહીં તે વિવિધ પ્રવૃત્તિઓની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, Maybellineએ બ્રાંડના નવા ચહેરાઓને ઉજાગર કરતા કેપ્શનમાં લખ્યું – અમને Maybelline માટે બરાબર ફિટ મળ્યુ છે.

અમે તેને એક ડગલું ઊંચું લઈ જઈ રહ્યા છીએ. સુહાના ખાન, પીવી સિંધુ, અનન્યા બિરલા અને એક્શા કેરુંગ. આમાં જે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે એક્શા કેરુંગ. MTV સુપરમોડલની સીઝન 2થી રાતોરાત સેન્સેશન બની ગયેલી એક્શા કેરુંગ વ્યવસાયે પોલીસ ઓફિસર છે.

તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તે પોતાને પોલીસ અધિકારી, સુપરમોડેલ, બોક્સર, રાઇડર અને હાઇકર તરીકે વર્ણવે છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સાબિતી છે કે તે મલ્ટીટાસ્કિંગ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે. એક્શા કેરુંગે અંશુમન ઝા અને મિલિંદ સોમન સાથે લકડબગ્ધા ફિલ્મથી બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો છે.

એક્શા કેરુંગ બહુ-પ્રતિભાશાળી છે કે આટલી નાની ઉંમરે તેણે તે બધું જ હાંસલ કર્યું છે જેમાં તેને રસ હતો. જાણીતા ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ તેની અસાધારણ પ્રતિભા માટે પ્રશંસા કરી. એક્શા કેરુંગને શરૂઆતથી જ મોડલિંગનો શોખ હતો. તેને ધ્યાનમાં રાખીને તેણે રિયાલિટી ટીવી શો માટે ઓડિશન આપવાનું નક્કી કર્યું. જો કે, તેની પ્રતિભાનું અહીં પરિણામ આવ્યું અને તે સફળ રહી.

તેને MTV સુપરમોડેલ ઓફ ધ યર સીઝન 2માં ટોચના સ્પર્ધકોમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી હતી. જે બાદ તેણે મોડલિંગ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન મેળવ્યું. અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ એક્શા કેરુંગની બહુપ્રતિભાશાળી હોવા બદલ પ્રશંસા કરી હતી. મલાઈકાએ એક્શા કેરુંગને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

Shah Jina