પીએમ મોદીના ભવ્ય રોડ શોમાં ગુજરાતીઓ ઘૂમ્યા ગરબે, ફૂલો અને ઢોલ નગારાથી થયુ સ્વાગત, જુઓ શાનદાર તસવીરો અને વીડિયો

પીએમ મોદી આજે બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો અને આ દરમિયાન લોકોએ મોદી..મોદી, જય શ્રી રામ અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા. આ દરમિયાન પીએમ મોદીને આવકારવા માટે રસ્તાની બંને તરફ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગુજરાત પહોંચતા ટ્વીટ કર્યું હતું કે હું ગુજરાત જઈ રહ્યો છું. જ્યાં આજે અને આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઈશ. તેઓ સાંજે 4 વાગ્યે પંચાયત મહાસંમેલનને સંબોધિત કરશે, જેમાં પંચાયતી રાજ સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ ભાગ લેશે.

કોરોનાને કારણે ગુજરાતમાં બે વર્ષ બાદ પ્રથમ વખત આટલા મોટા રોડ શોને મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાજ્યના સંગઠન દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી, સાથે જ રોડની બાજુમાં મોટા-મોટા પોસ્ટર બેનરો પણ લગાવવામાં આવ્યા છે. સમગ્ર રૂટને ભગવા ઝંડાથી ઢાંકી દેવામાં આવ્યો, સાથે જ પીએમના રૂટમાં 50 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 4 આઈજી-ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 24 ડીસીપી, 38 એસીપી, 124 પીઆઈ, 400 પીએસઆઈ અને 5550 પોલીસકર્મીઓ તૈનાત છે. રીપોર્ટ અનુસાર ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે 12 માર્ચે પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને ગુજરાત સરકારના ખેલ મહાકુંભની શરૂઆત કરશે.

જો કે, આ તમામ કાર્યક્રમોનો હેતુ માત્ર એક જ છે અને તે છે ચાર રાજ્યોમાં વિજયની લહેર ગુજરાત સુધી લઈ જવી કારણ કે ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. છેલ્લી ચૂંટણીમાં અહીં કોંગ્રેસ તરફથી પાર્ટીને જોરદાર ટક્કર મળી હતી, પરંતુ આ વખતે મોદી કોંગ્રેસને કોઈ તક આપવા માંગતા નથી તેથી પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાં જ ગુજરાતમાં મિશન શરૂ થઈ ગયું છે.

જણાવી દઇએ કે, આજે એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શો થયો હતો, જે બાદ વડાપ્રધાન મોદી એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચી ગયાં. તેઓએ કમલમમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી. કમલમ ખાતે ભાજપના નેતાઓ કલાકોથી વડાપ્રધાનના આગમનની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે વડાપ્રધાનના કમલમ પહોંચ્યા બાદ હોલમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.

LED લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ હોલમાં અંદાજે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નીતિન પટેલ અને પૂર્વ સીએમ રૂપાણી સહિતના નેતાઓએ પીએમ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યાં હતાં. એરપોર્ટથી કમલમ સુધીનો 9 કિ.મીનો રોડ શો દોઢ કલાક ચાલ્યો હતો જે બાદ પીએમ કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાટ ગામથી કમલમ સુધી રોડ શોની ઝડપ વધારવી પડી હતી.

બીજી તરફ કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યાં હતાં પરંતુ પીએમ મોદી, પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માસ્ક વિના જોવા મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ રોડ શો દરમિયાન એક વસ્તુએ આકર્ષણ જમાવ્યુ હતુ અને તે હતુ પીએમ મોદીની નવી ભગવા ટોપી… જયારે વડાપ્રધાન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ત્યાંથી લઇને કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.

આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પાંચ રાજ્યોની ચૂંટણીમાં બીજેપીના શાનદાર પ્રદર્શન માટે લોકોનો આભાર માન્યો હતો. પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધતા તેમણે ગુરુવારે કહ્યું કે આજનો દિવસ ઉત્સાહનો દિવસ છે, ઉજવણીનો દિવસ છે. આ તહેવાર ભારતની લોકશાહી માટે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાગ લેનારા તમામ મતદારોને હું અભિનંદન આપું છું. હું મતદારોનો તેમના નિર્ણય બદલ આભાર માનું છું.

ખાસ કરીને અમારી મહિલાઓ અને યુવાનો જેમણે ભાજપને સમર્થન આપ્યું છે, તે ખૂબ જ સંતોષની વાત છે. પ્રથમ વખત મતદારોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો અને ભાજપનો વિજય નિશ્ચિત થયો. ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે આ વખતે હોળી 10 માર્ચથી શરૂ થશે અને કાર્યકર્તાઓએ તે કરી બતાવ્યું છે. હું કાર્યકર્તાઓની કદર કરીશ કે જેમણે આ ચૂંટણીમાં રાત-દિવસ જોયા વિના સખત મહેનત કરી અને લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હું પાર્ટીના વડા નડ્ડાને અભિનંદન આપું છું જેમણે આ કાર્યકરોનું નેતૃત્વ કર્યું, કાર્યકરોની અથાગ મહેનતે આજે એનડીએ માટે એક સીમા નક્કી કરી છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓએ 2024ના પરિણામો નક્કી કર્યા છે. યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે 10 માર્ચે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં જીત સાથે ભાજપે જીતનો ચાર ચાંદ લગાવી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by News Gujarat (@newsgujarati1)

જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત સાથે સત્તા મેળવી છે. કોંગ્રેસને ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. યુપીમાં માયાવતીની આગેવાની હેઠળની બસપા પણ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી-સીએમ યોગી આદિત્યનાથની જોડીએ ઘણા રેકોર્ડ તોડ્યા અને સતત બીજી વખત પાર્ટીને સત્તા અપાવી. યુપીમાં 37 વર્ષ પછી આવું બન્યું છે, જ્યારે કોઈ પાર્ટી પાંચ વર્ષ સુધી સત્તામાં રહીને બીજી વખત સફળ થઈ છે.

Shah Jina