2 બાળકો માટે ખજુરભાઈ બન્યા હતા ભગવાન, હવે તેમનો વીડિયો જોઈને પ્રધાનમંત્રી મોદીએ પણ એ બાળકોને બોલાવ્યા, જુઓ શું કહ્યું

નીતિન જાનીને લાખ લાખ વંદન !! નિરાધાર જય અને અવીને આપ્યું હતું નવું જીવન, હવે PM મોદી પણ આપશે આ બાળકોનો સાથ, જુઓ વીડિયો

ખજુરભાઈના સેવાકીય કાર્ય જોઈને આજે આખું ગુજરાત તેમને વંદન કરે છે. ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાનું નામ બનાવી ચુક્યા છે. તેમણે કેટલાય લોકોને નવું જીવન આપ્યું છે, ઘણા લોકોને રોજગારી આપી છે તો ઘણા લોકોને તેમણે પાક્કા ઘર પણ બનાવી આપ્યા છે. તો થોડા સમય પહેલા જ તેમણે બે અનાથ બાળકો માટે જે કર્યું હતું તે જોઈને પણ સૌ કોઈ તેમને વંદન કરી રહ્યું હતું.

નીતિન જાનીએ બે અનાથ બાળકો જેમના માતા પિતા કેટલાય વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા તેમના માટે એક સરસ ઘર બનાવ્યું, ઘરની અંદર જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ વસાવી આપી અને તેના કારણે જ લોકોએ ખજુરભાઈને વંદન કર્યા હતા, ખજુરભાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

ત્યારે તેમનો આ વીડિયો લાખો લોકોની સાથે સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબની નજરમાં પણ આવી ગયો અને હાલ જયારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે તેમને આ બંને બાળકો સાથે પીએમએ મુલાકાત કરી હતી અને તેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ ભરુચના નેત્રંગમાં એક જાહેર સભા સંબોધી હતી, એ પહેલા તે આ બંને આદિવાસી બાળકો જય અને અવીને મળવા માટે રોકાયા હતા. આ બંને બાળકો સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ સભામાં આ બંને બાળકોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ખજુરભાઈના વીડિયોને જોઈને મને પણ આ બંને બાળકોને મળવાનું મન થયું.

આ બાળકો સાથે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે અવી નવમા ધોરણમાં અભ્યાસ કરે છે જયારે જય છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બંને ભાઈઓના માતા પિતાનું બીમારીના કારણે 6 વર્ષ પહેલા જ નિધન થયું હતું. જેના બાદ બંને ભાઈઓ પોતાના હાથે રાંધીને ખાતા હતા. મેં સીઆર પાટીલને પણ ફોન કરીને આ બંને ભાઈઓની ચિતા કરવાનું કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પીએમ મોદીએ બંને બાળકો સાથે મુલાકાત કરી. બંને બાળકોને તેમના ભવિષ્ય વિશે પૂછ્યું તો એકે મને કલેકટર બનવાનું અને બીજાએ એન્જીનીયર બનવાનું કહ્યું. આ બંને ભાઈઓની વાત સાંભળી મને આનંદ થયો.આ બાળકો ભણી ગણી અને આગળ વધે તેની ચિંતા કરતો રહીશ. ત્યારે હવે આ બંને બાળકોની મુલાકાત દરમિયાનનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel