2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા પીએમ મોદી, જનસભામાં રાજકોટ વાસીઓની ઊંઘ વિશે કરી રમૂજ વાત, આજે ગાંધીનગરમાં છે PM મોદી
PM Modi inaugurated Hirasar Airport : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ડંકો આખી દુનિયામાં વાગતો હોય છે. ત્યારે મોદીજી મૂળ ગુજરાતી હોવાના કારણે ગુજરાત સાથેનો તેમનો લગાવ પણ અનોખો છે. તેઓ અવાર નવાર ગુજરાતની મુલાકાતે પણ આવતા હોય છે, ત્યારે હાલમાં ફરી એકવાર મોદીજી ગુજરાતની મુલાકાતે છે અને આ દરમિયાન તેમને રાજકોટ વાસીઓને એક અનોખી ભેટ પણ આપી છે. સાથે જ તેઓએ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ પણ કર્યું છે જેની તસવીરો પણ સામે આવી છે.
હિરાસર એરપોર્ટનું કર્યું ઉદઘાટન :
હિરાસર એરપોર્ટના ઉદઘાટ બાદ પીએમ મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. જેની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. આ ઉપરાંત તેમને રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ પણ કર્યું. વિકાસકામના લોકાર્પણ બાદ PMની રાજકોટમાં જાહેરસભાને સંબોધી હતી.
PM મોદીને મળી ખાસ ભેટ :
પ્રધાનમંત્રી મોદીને રાજકોટ ઇમિટેશન એસોસિયેશન દ્વારા હીરાજડિત કાર્ગો તેમજ પેસેન્જર પ્લેન અને જસદણના કારીગરો દ્વારા અટારી કારીગરીથી શણગારેલું અદભુત પ્લેન અર્પણ કરવામાં આવ્યું. ખાસ વાત તો એ છે કે આ ત્રણેય પ્લેન બનાવવા માટે અનેક કારીગરો દ્વારા એક અઠવાડિયા કરતા પણ વધુ સમય સુધી મહેનત કરીને બનાવવામાં આવ્યા હતા, જે ત્રણ પ્લેન પીએમ મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું.
જનસભામાં કરી રમૂજ :
રાજકોટમાં વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદી રમુજી મૂડમાં પણ જોવા મળ્યા હતા, તેમને મંચ પરથી કહ્યું કે, ” આ સમયે કોઈ રાજકોટમાં જનસભા કરવાનું વિચારે પણ નહીં કારણ કે રાજકોટવાસીઓને બપોરે સુવાની આદત છે, જો કે આ જે રાજકોટવાસીઓએ વિશાળ જનસંખ્યામાં અહીં ઉપસ્થિત રહી તેમની ખુદની પરંપરાને તોડી નાખી છે.”
2 દિવસના ગુજરાત પ્રવાસે છે PM મોદી :
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગઈકાલે તે રાજકોટમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું અને જાહેર સભાને પણ સંબોધી. જેના બાદ આજે પીએમ મોદી ગાંધીનગરમાં છે અને અહીંયા તેઓ સમય વિતાવશે. આ ઉપરાંત તેમને આજે એટલે કે, 28મી જુલાઇએ ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કર્યું.
#WATCH | PM Narendra Modi inaugurates Rajkot International Airport in Gujarat. pic.twitter.com/LGXO83KBjU
— ANI (@ANI) July 27, 2023