સુરતના આ રત્ન કલાકાર દ્વારા માનવતા ફરી મહેંકી ઉઠી, મૃત્યુ બાદ 8-8 લોકોને આપ્યું નવું જીવન, સમાજને આપ્યું એક મોટું ઉદાહરણ

મૃત્યુ બાદ 8-8 લોકોને આપ્યું નવું જીવન, સમાજને આપ્યું એક મોટું ઉદાહરણ – કોણ કોણ સલામ કરશે?

અંગ દાનને લઈને હવે ઘણા લોકો સજાગ બની ગયા છે, જેમાં અકાળે મોત થવાના કારણે અંગ દાન કરીને ઘણા લોકોને નવું જીવન આપવામાં આવે છે. સુરતમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી છે ત્યારે ફરી એકવાર સુરતના એક રત્ન કલાકારના પરિવાર દ્વારા અંગદાન કરીને માનવતાની એક મહેંક પ્રસરાવી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા મૂળ ભાવનગર જિલ્લાના માળવાય ગામના અને હાલ સુરતમાં રહેતા પિયુષભાઇ નારાયણભાઈ માંગુકિયા પોતાની સાસરીમાં પોતાની બીમાર પત્નીને મળવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રે પરત ફરતા તેમની બાઈક સદગુરુ પેટ્રોલ પંપ પાસે સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.

ઘટના સ્થળે હાજર લોકોએ 108ની મદદ દ્વારા તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ડોકટરો દ્વારા તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારને આ વાતની જાણ થતા જ દુઃખભરી સ્થિતિમાં પણ તેમને પીયૂષના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારબાદ તેના હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેંક ફેલાવી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પિયુષભાઇના પિતા નારણભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયાની સમજ આપી હતી. અંગદાનનું મહત્વ સમજતા આ પરિવારે અંગદાનની સંમતિ આપી હતી.

અંગદાન કરવાના નિર્ણય સાથે જ પિયુષના હૃદયને સુરતથી અમદાવાદનું 272 કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

જ્યારે સુરતથી મુંબઈનું 296 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર.એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું. જ્યારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવનાર છે.

Niraj Patel