હજારો ફૂટ પર બંધ થયું પ્લેનનું એન્જીન, ત્યારે પાયલટે એવી બહાદૂરી બતાવી કે લોકો દંગ રહી ગયા

લોકો ફેમસ થવા માટે અવ નવા સ્ટંટ કરતા રહે છે. આવા સ્ટંટના તમને અસંખ્ય વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળશે. લોકો સ્ટંટ કરવા માટે પોતાના જીવની પણ પરવા કરતા નથી. જો કે આવા કારનામા કરવામાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. જો કે કંઈક નવું કરવાના શોખીનો આવી વાતની પરવા કર્યા વગર પોતાનું ધાર્યું કરતા રહે છે.

હવે આજે અમે જે ઘટના અંગે વાત કરી રહ્યા છીએ તેને જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તમે વિચારો કે, હજારો ફૂટ પર વિમાન ઉડી રહ્યું હોય અને અચાનક એન્જીન બંધ થઈ જાય તો! ડર લાગવા લાગ્યો ને! પણ આવું થયું છે આ યુવક સાથે. ત્યાર પછી આ યુવકે જે પરાક્રમ કરી બતાવ્યું તે પ્રશંસનીય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, લોકો આ પાયલટના ખુબ વખાણ કરી રહ્યા છે.

આ પાયલટ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો છે. આ વીડિયોમાં એક યુવક હજારો ફૂટ ઉંચે પ્લેન ઉડાવી રહ્યો હોય છે. આ દરમિયાન અચાનક પ્લેનનુ એન્જીન બંધ થઈ જાય છે. ત્યાર બાદ પાયલટ પોતાની બહાદુરી અને સમજણથી એવો નિર્ણય લેશે જેનાથી તેનો જીવ બચી જાય છે.

હકિકતમાં જ્યારે પ્લેનનું એન્જીન બંધ થાય છે ત્યારે યુવક તેને રિપેર કરવા હવામાં જ પ્લેનમાંથી બહાર નિકળે છે. આ દરમિયાન વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકે પોતાની સુરક્ષા માટે એર દોરીથી પોતાના શરીરને બાંધી રાખે છે. ત્યાર બાદ તે પ્લેનનો દરવાજો ખોલીને પ્લેનની બહાર નિકળે છે અને પ્લેનના પ્રોપેલરને હાથ મારીને ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન પ્રોપેલર ચાલવા લાગે છે અને આ પાયલટ ફરી પ્લેનમાં બેસી જાય છે.

હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ બધા આશ્ચર્યમાં પડી ગયા છે. આ વીડિયોને લાખોની સંખ્યામાં વ્યૂ મળી ચૂક્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. હજારો ફૂટની ઉંચાઈ પર પાયલટે બતાવેલી આ બહાદુરીના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

YC