લગ્નની પહેલી રાત વર-કન્યા માટે ખૂબ જ ખાસ હોય છે. પરંતુ જ્યારે કન્યાને ખબર પડે કે તેની સુહાગરાત પતિ સાથે નહિ પણ કોઈ અન્ય સાથે વીતી તો.. કોઈપણ મહિલા આ ના સહન કરી શકે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આવું જ બન્યું. એક મહિલાનો પતિ નહીં પણ દિયર બે મહિનાથી તેની સાથે રાત વીતાવી રહ્યો હતો. લગ્ન બાદ જ્યારે દુલ્હન તેના સાસરે પહોંચી ત્યારે તેને દરરોજ મીઠાઈ આપવામાં આવતી, તે બાદ તે સૂઈ જતી. જ્યારે કન્યાને શંકા ગઈ કે તેની સાથે કંઈક ખોટું થઇ રહ્યુ છે તો તેણે એક દિવસ મીઠાઈ ન ખાધી. સવારે જ્યારે બેડ પર મહિલાએ તેના દિયરને જોયો તો તેના રૂંવાડા ઊભા થઇ ગયા.
દુલ્હને આ વિશે સાસરિયાને જણાવ્યુ પણ તે લોકો તેને કોસવા લાગ્યા. પતિએ પણ તેનો સાથ ના આપ્યો. જ્યારે મહિલા તેના પિયર જતી રહી ત્યારે તેણે તેના દિયર, પતિ અને સાસરિયાઓ સામે કેસ દાખલ કર્યો. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. મહિલાનો મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યો છે. શક્તિફાર્મ વિસ્તારમાં રહેતી એક નવપરિણીત કન્યાએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે એપ્રિલમાં તેના લગ્ન યુપીના પીલીભીતના રહેવાસી યુવક સાથે થયા હતા.
દુલ્હનનો આરોપ છે કે લગ્નની રાત્રે તેના પતિએ તેને નશીલો પદાર્થ ખવડાવ્યો અને જ્યારે તે બેભાન હતી ત્યારે તેના દિયરે તેની પર રેપ કર્યો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે સવારે ઉઠી તો તેને શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો અહેસાસ થયો. રોજ રાત્રે સાસરિયાંમાં આવું થવા લાગ્યું. કન્યાએ જોયું કે મીઠાઈ ખાધા પછી તે હોશ ગુમાવી દેતી અને કશું યાદ ના રહેતુ. તેને લાગ્યુ કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ઘણીવાર તેણે બેડ પાસે દિયરને જોયો. પહેલા તો તેણે આ વાતને નજરઅંદાજ કરી પણ બે મહિના પછી જૂન મહિનામાં એક રાત્રે તેણે તેના પતિ દ્વારા આપવામાં આવેલી મીઠાઈ ન ખાધી.
પીડિતાએ જણાવ્યું – તેનો પતિ અડધી રાત્રે રૂમની બહાર ગયો. આ પછી દિયર રૂમમાં આવીને અશ્લીલ હરકતો કરવા લાગ્યો. જ્યારે દુલ્હને શોર મચાવ્યો ત્યારે સાસરીવાળા ત્યાં આવ્યા. જ્યારે તેણે તેમને આ વિશે જણાવ્યું તો તેઓ તેને જ ધમકાવવા લાગ્યા. બીજા જ દિવસે દુલ્હન તેના માતાપિતાના ઘરે ચાલી ગઈ અને પરિવારને સમગ્ર વાત જણાવી. પરિણીત મહિલા થોડા દિવસો સુધી તો આઘાતમાં રહી. જો કે ત્યારપછી તેણે તેના દિયર, પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.