લો બોલો હવે માર્કેટમાં આવી ગયા પાણીપુરીના ભજીયા, જોઈને લોકો પણ બોલ્યા…”આ તો એકવાર ટ્રાય કરવા જેવું છે…” જુઓ વીડિયો

ક્યારેય ખાધા છે પાણીપુરી વાળા ભજીયા ? જોઈને જ તમારા મોઢામાં પાણી આવી જશે, વીડિયો થયો વાયરલ

Pani Puri Pakode Viral Video : આપણા દેશમાં ખાણીપીણીના શોખીનો તમને દરેક ઘરમાં મળી જશે. વળી આજે જમાનો સોશિયલ મીડિયાનો હોઇ ફૂડ બ્લોગરનો પણ રાફડો ફાટ્યો છે અને આ ફૂડ બ્લોગર ખૂણાની અંદર મળતા સ્ટ્રીટ ફૂડનો વીડિયો પણ બનાવતા હોય છે અને તેને લોકો દૂર બેસીને પણ જોતા હોય છે અને તેને પસંદ પણ કરતા હોય છે.

ત્યારે આવા સ્ટ્રીટ ફૂડમાં ઘણીવાર પરંપરાગત વાનગીઓ સાથે થતા ઘણા અખતરા પણ જોવા મળે છે. જે ઘણીવાર પસંદ આવે છે તો ઘણીવાર આવી વાનગીઓને લઈને લોકો ટ્રોલ પણ કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પાણીપુરીના ભજીયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક લોકોને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે તો કેટલાક લોકો આમ ના કરવાની સલાહ પણ આપે છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @okaysubho દ્વારા 4 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં કહ્યું “રજૂ કરીએ છીએ પાણીપુરી ચોપ” આ ઇન્સ્ટાગ્રામ રીલમાં, આપણે જોઈ શકીએ છીએ કે એક મહિલા બાફેલા બટાકાને મેશ કરતી અને તેમાં વિવિધ શાકભાજી ઉમેરતી અને પછી તેમાં કેટલાક મસાલા, મીઠું, ખાંડ અને આમલીનું પાણી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી રહી છે.

આ પછી, તે કાળજીપૂર્વક આ મિશ્રણને પાણીપુરીની પુરીમાં ભરે છે, તેને ચણાના લોટમાં બોળીને તેને ડીપ-ફ્રાય કરે છે. અંતે, તે ચણાના લોટમાં તળેલા ગોલ ગપ્પાની ઉપર ચાટ મસાલો રેડે છે અને ગ્રાહકને પીરસે છે. પોસ્ટ અનુસાર, આ મહિલા આ પુચકા ચોપ્સને CT સેન્ટર 1 FD પાર્ક, સોલ્ટ લેક પાસે 10 રૂપિયામાં વેચે છે. ત્યારે આ વીડિયો પર હવે લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel