એક તરફ શ્રીલંકામાં ધમાસાણ ચાલી રહ્યું છે ત્યાં આ છોકરીએ રાષ્ટ્રપતિ ભવનમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો વાયરલ થતા બગડ્યા લોકો, જુઓ

આ છોકરીએ PM ના ઘરમાં જઈને કરાવ્યું ધમાકેદાર ફોટોશૂટ, 2-5 નહિ પણ અધધધ તસવીરો કરાવી ક્લિક, ભારતીય યુવકો તસવીરો જોઈને થઇ ગયા ક્રેઝી

હાલ આખી દુનિયાની નજર શ્રીલંકા ઉપર મંડરાયેલી છે. શ્રીલંકા તેના 70 વર્ષના ઈતિહાસમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આસમાની મોંઘવારીને કારણે શ્રીલંકાના લાખો લોકો ખોરાક, દવા, પેટ્રોલ અને ડીઝલ વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.

દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. દરેક જગ્યાએ દેખાવો અને હિંસાના અહેવાલો છે. આ બધાની વચ્ચે એક છોકરીની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે વિરોધ વચ્ચે ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે અને લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.

શ્રીલંકામાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. સેંકડો લોકો રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનની અંદર ઘૂસી આવ્યા હતા અને ત્યાં ખૂબ જ મજા કરી હતી. કેટલાક સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા તો કેટલાક કિચન-બેડરૂમમાં એન્જોય કરતા જોવા મળ્યા.

ત્યારે આ દરમિયાન એક છોકરીની તસવીર સામે આવી છે, જેમાં તે રાષ્ટ્રપતિ ભવનમાં તૈયાર થઈને તસવીરો ખેંચાવી રહી છે. હંગામા વચ્ચે શ્રીલંકન યુવતીના ફોટોશૂટે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું. યુવતીએ પોતે તેના ફેસબુક એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે કોલંબોના રાષ્ટ્રપતિ ભવનમાં અલગ-અલગ રીતે પોઝ આપતી જોવા મળે છે. ફેસબુક પર યુવતીનું નામ મદુહંસી હસીનથારા છે.

મદુહંસીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં 26 તસવીરો ક્લિક કરી અને તેને ફેસબુક પર પોસ્ટ કરી. તસવીરોમાં તે મહેલની આસપાસ ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. ક્યારેક તે સોફા પર તો ક્યારેક બેડ પર જોવા મળે છે. એક તસવીરમાં મદુહંસી લૉન પર અને બીજી તસવીરમાં લક્ઝરી કારની સામે ઉભી છે.

13 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવેલી મદુહંસીની તસવીરોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેની પોસ્ટને 9 હજાર કરતા વધુ લોકોએ શેર કરી છે, જ્યારે દોઢ હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. એક યુઝરે કહ્યું- ‘યુવતી શ્રીલંકાની નવી રાષ્ટ્રપતિ બની શકે છે.’ તો કોઈએ યુવતીને ફોટો લવર કહી હતી. એક યુઝરે લખ્યું- હંગામા વચ્ચે ફોટો પડાવવાની આવી ઈચ્છા ક્યારેય નથી જોઈ. તે જ સમયે, કેટલાક યુઝર્સે છોકરીની તસવીરોના વખાણ કરી રહ્યા છે.

યુવતીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ તસવીરો પર ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે તમને આપત્તિમાં તક મળી છે, તો કેટલાક કહી રહ્યા છે કે તમારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બનવું જોઈએ. તે જ સમયે, છોકરીની તસવીરો જોઈને કેટલાક લોકો ગુસ્સે થયા છે અને ટિપ્પણી કરી રહ્યા છે કે તમે તમારા દેશની મજાક ઉડાવી રહ્યા છો.

Niraj Patel