વાહ… ખજુરભાઈ પ્રત્યેનો લોકોનો પ્રેમ જોઈને તમે પણ ભાવુક થઇ જશો, ઘોડીએ ચઢેલા નીતિન જાનીને જોઈને ચાહકની આંખમાં આવ્યા આંસુ, ખજુરભાઈએ કર્યું એવું કે.. જુઓ વીડિયો
Person got emotional seeing Khajurbhai as a groom : થોડા દિવસ પહેલા જ ગુજરાતીઓના લોક લાડીલા અને જેમને સેવાકીય કાર્યો દ્વારા મસીહા તરીકેનું કામ કર્યું છે એવા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ખજુરભાઈએ મીનાક્ષી દવે સાથે સાત ફેરા ફર્યા હતા અને લગ્ન દરમિયાનના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના ચાહકો પણ તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવતા પણ જોવા મળ્યા હતા.
વાયરલ થયો વીડિયો :
ત્યારે આ બધા વચ્ચે હવે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ખજુરભાઈની જાન જોઈને ભાવુક થતો જોવા મળે છે, જેને જોઈને ખજુરભાઈની આંખો પણ ભીની થઇ જાય છે. આ વીડિયોને વાયરલ થતા જ લોકો તેમાં કોમેન્ટ કરી રહ્યા છે અને ખજુરભાઈ પ્રત્યે સામાન્ય જનતાનો પ્રેમ પણ બતાવી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ તેમાં કોમેન્ટ પણ કરી છે.
ખજુરભાઈને ઘોડીએ ચઢેલા જોઈને ભાવુક થયો વ્યક્તિ :
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખજુરભાઈ ઘોડીએ ચઢી ગયા છે અને વરરાજાના કપડામાં તે ભગવાન શ્રી રામ જેવા દેખાઈ રહ્યા છે. તેમની સાથે જ તેમના લક્ષ્મણ જેવા ભાઈ તરુણ જાની પણ ઘોડીએ બેઠા છે, આ દરમિયાન જ કેમેરો અન્ય એક વ્યક્તિ તરફ જાય છે જે એક ખૂણામાં સ્કૂટર પર બેઠા બેઠા રડી રહ્યા છે. ખજુરભાઈની નજર તેમના તરફ પડે છે અને તેમને છાતીએ હાથ રાખીને વંદન પણ કરે છે. આ ઉપરાંત અન્ય લોકોનું પણ ખજુરભાઈ અભિવાદન કરતા જોવા મળે છે.
View this post on Instagram
લાગ્યું જાણે રાજા રામ પરણવા જાય છે :
આ વીડિયોને જોઈને ખરેખર લાગી આવી કે ખજુરભાઈને ગુજરાતની જનતા કેટલો પ્રેમ કરે છે. ખજુરભાઈ જાન જોડીને જ્યારે મીનાક્ષી સાથે લગ્ન કરવા જતા હતા ત્યારે ખરેખર એવું લાગી રહ્યું કે રાજા રામ સીતા માતાને પરણવા માટે જઈ રહ્યા છે. નીતિનભાઈનું આટલું મોટું નામ તેમના સેવાકીય કાર્યોના કારણે થઇ રહ્યું છે, તેમેને અત્યાર સુધી સેંકડો લોકોના ઘર બનાવ્યા છે, ઘણા લોકોને રોજગારી પુરી પાડી છે અને કેટલાય લોકોને નવજીવન આપ્યું છે.