હાથી જોડે સેલ્ફી લેવા માટે ગયા હતા 3 લોકો, ગજરાજને આવ્યો ગુસ્સો અને પછી એવા દોડાવ્યા એવા દોડાવ્યા કે વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ

હાથીના ટોળા પાસે જઈને સેલ્ફી લેવી પડી ભારે, હાથીએ ઉભી પુછડીએ દોડાવ્યા, એક તો ઠોકર ખાઈને જમીન પર પડ્યો અને પાછળ જ હાથી…. જુઓ વીડિયો

Elephant Attack Video : હાથીને ખુબ જ શાંત પ્રાણી માનવામાં આવે છે. તે જંગલનું સૌથી વિશાળકાય અને કદાવર પ્રાણી છે, તો હાથીનો સામનો કરવાની હિંમત પણ કોઈ નથી કરતું. પરંતુ જો હાથીને ગુસ્સો આવી જાય તો તે બધું જ ખેદાન મેદાન પણ કરી નાખે છે. સોશિયલ મીડિયામાં પણ ગુસ્સે ભરાયેલા હાથીના ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે, તો જંગલ સફારી દરમિયાન પણ આવા ઘણા નજારા સામે આવે છે.

ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગુસ્સે ભરાયેલ હાથીનું ટોળું તેની સાથે સેલ્ફી લેવા માટે ગયેલા લોકોને દોડાવી રહ્યું છે.  વીડિયોમાં ત્રણ માણસો રસ્તા પર દોડતા જોઈ શકાય છે જ્યારે હાથીઓનું ટોળું તેમનો પીછો કરી રહ્યું છે. દોડતી વખતે, ત્રણમાંથી એક વ્યક્તિ ઠોકર ખાય છે અને રસ્તા પર પડી જાય છે, પરંતુ તે તરત જ ઉભો થાય છે અને ફરીથી દોડવા લાગે છે.

ટોળામાંનો એક મોટો હાથી ઝડપી ગતિએ માણસની નજીક આવતો જોઈ શકાય છે. જો કે સંપૂર્ણ વિડિયો ઉપલબ્ધ નથી, પરંતુ ત્રણેય લોકો પોતાનો જીવ બચાવીને સુરક્ષિત રીતે ભાગી ગયા હતા. જો કે, પરિણામો જોખમી પણ હોઈ શકે છે. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારી સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલો વિડિયો વાયરલ થયો છે, જેણે ઘણા યુઝર્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે: સેલ્ફી લેવા માટે, તેઓ માત્ર મૂર્ખામીભર્યા કામો જ નથી કરતા પણ તેમના ઉત્સાહમાં ખોટા ફસાઈ જાય છે. ઘણા નેટીઝન્સે સેલ્ફી લેવા માટે જોખમ તરફ જતા ત્રણેય વ્યક્તિઓની મૂર્ખતા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તમે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં લોકોની પ્રતિક્રિયા જોઈ શકો છો.

Niraj Patel