OMG ! મોતને ગળે લગાવી પાછા આવ્યા આ પેંગ્વીન, વાયરલ વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

સંસાર એકલા રહેવા તરફ આગળ વધી રહ્યો છે. કોઇની સાથે જો આજે ટ્યુનિંગ મળતી નથી તો લોકો ટાટા-બાય બાય કહી દેતા હોય છે. પરંતુ દરેક સંબંધમાં ફિક્સિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ખોટું છે, તો તમે તેને સુધારો, બની શકે કે તે પણ સાચો બનવા માંગતો હોય. લોકો એકલા રહેવા માંગે છે, પોતાની દુનિયા, પોતાની જગ્યા.. આપણે બધા લાગણીઓથી બનેલા છીએ. પ્રકૃતિનું દરેક પાસું લાગણીથી બનેલું છે. વૃક્ષો પાંદડાથી અલગ થવા માંગતા નથી, પક્ષીઓ આકાશ ગુમાવવા માંગતા નથી, બાળકો તેમના માતાપિતાથી અલગ થવા માંગતા નથી. જોડાણ દરેકનું છે. કુટુંબ એ બંધનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કુટુંબ માણસને સુધારે છે. હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તમને કદાચ કુંટુંબનું મહત્વ સમજાવશે. આ જોઈને તમને પરિવારનો અહેસાસ થશે કે આપણે કેવી રીતે દુઃખી થઈએ છીએ, તૂટી જઇએ છીએ, પરિવાર હિંમત આપે છે, તો આપણે ફરીથી ઉભા થઈએ છીએ. આ વીડિયોમાં બધા પેંગ્વિન એકસાથે બરફ પર દોડતા જોવા મળે છે. પરંતુ એક એકલો આગળ વધી રહ્યો છે. તે પરિવારથી દૂર જઇ રહ્યો છે. તેને એક બીજુ પેંગ્વિન ફોલો પણ કરે છે પરંતુ તે બંને એકસાથે મળી શકતા નથી.

આ પછી શું થાય છે કે બરફનો તે ભાગ બાકીના ભાગથી અલગ થઈ જાય છે જેમાં તે એકલું પેંગ્વિન ચાલે છે. હવે પરિવારના બાકીના સભ્યો તેની તરફ જોઈ રહ્યા છે. કદાચ તેઓ પોતાની ભાષામાં તેને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. તેઓ બધા પાછળ ફરીને તેની તરફ જુએ છે. તે દોડે છે કારણ કે જો તે હવે નહીં દોડે તો તે દરિયામાં પડી જશે અથવા આ બરફથી ધોવાઈ જશે.

તે તેની છેડેથી બીજી બાજુ આવે છે અને તેનો જીવ બચી જાય છે. પછી તે તેના પરિવાર તરફ દોડે છે અને તેમને મળે છે. આ પરિવારની વાર્તા છે. આ વિડિયોમાં તમે સુખ, દુ:ખ અને સુખદ અંત પણ જોશો. તમને જણાવી દઈએ કે વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Shah Jina