દુકાનદાર/વેપારીઓ સાવધાન: શું તમે પણ ઓનલાઇન પેમેન્ટ સ્વીકરો છો ? તો આ રીતે બની શકો છો છેતરપીંડીનો ભોગ, જુઓ જાગૃત કરતો વીડિયો

આજકાલનો સમય ડીઝીટલ બની ગયો છે અને લોકો હવે પોતાના ખિસ્સામાં પૈસા પણ ઓછા રાખે છે અને પોતાના બધા જ વહેવારો ઓનલાઇન પેમેન્ટ એપ દ્વારા જ કરતા હોય છે. આજે મોટાભાગની દુકાનોમાં ગુગલ પે, ફોન પે, પેટીએમ, એમઝોન પે જેવા સ્કેનર કોડ લાગેલા હોય છે જેના દ્વારા ગ્રાહક પોતાના મોબાઈલથી કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે છે.

પરંતુ ટેક્નોલોજી હવે એટલી આગળ વધી ગઈ છે, કે ઓનલાઇન પેમેન્ટના નામ ઉપર ફ્રોડ પણ થતા જોવા મળે છે, કેટલાક ભેજાબાજ લોકો દ્વારા એવી એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેના દ્વારા તમારા એકાઉન્ટમાંથી પેમેન્ટ કપાયા વિના જ પેમેન્ટ થઇ ગયાનો મેસેજ બતાવે છે અને દુકાનદાર પણ તેને સાચું માનીને સામાન આપી દેતા હોય છે. પરંતુ જયારે તે તેમનું એકાઉન્ટ ચેક કરે છે ત્યારે તેમના ખાતામાં પૈસા આવ્યા જ નથી હોતા.

હાલ  સોશિયલ મીડિયામાં એક ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરી દુકાનદારને છેતરતી વખતે રંગે હાથે ઝડપાઈ જાય છે. એવું જાણવા મળ્યું હતું કે યુવતી લોકોને છેતરવા માટે સ્પૂફ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એપનો ઉપયોગ કરતી હતી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જેવું લાગે છે, આ ‘સ્પૂફ’ ઓનલાઈન પેમેન્ટ એપની નકલ કરે છે.

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે તેણે નામ, ફોન નંબર, રકમ, તારીખ અને સમય જેવી ઘણી વિગતો દાખલ કરી છે. પૂછવામાં આવેલી વિગતો દાખલ કરવા પર, સ્પૂફ એપ્લિકેશને નકલી સૂચના જનરેટ કરી અને બતાવે છે કે તમારું પેમેન્ટ સફળતા પૂર્વક થઇ ગયું છે.

સૂચના એટલી વાસ્તવિક લાગી કે દુકાનદારે માની લીધું કે છેતરપિંડી કરનારે પૈસા ચૂકવી દીધા છે. જ્યારે હકીકતમાં કોઈ વ્યવહાર થયો નહોતો. પરંતુ એપમાં એવું બતાવ્યું કે જાણે પૈસા દુકાનદારના ખાતામાં ચાલ્યા ગયા.

આખા ભારતમાં આવા ઘણા કિસ્સા નોંધાયા છે. આવી છેતરપિંડીઓને ઓળખવા માટે લોકોએ સતર્ક રહેવું પડશે અને દરેક ટ્રાન્ઝેક્શન પછી તેમના ખાતાનું બેલેન્સ પણ તપાસતા રહેવું પડશે અને બેંક તરફથી પેમેન્ટ થઈ ગયું છે તેના મેસેજની રાહ જોવી પડશે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને લોકોને જાગૃત કરવા માટે જ પોસ્ટ કરવામાં આવ્યો છે.

Niraj Patel