બે-બે પ્રેગ્નેટ પત્નીઓ સાથે એક જ બેડરૂમમાં રહે છે અરમાન મલિક, બતાવ્યો બેડરૂમનો ખૂબસુરત નજારો

અરમાન મલિકની બંને ગર્ભવતી પત્નીઓએ બતાવ્યો પોતાનો નવો બેડરૂમ, બોલી- અમે અહીં સાથે સૂઇ શકીએ છીએ, ભારે નસીબદાર હો….

ફેમસ યૂટયૂબર અને વીડિયો ક્રિએટર અરમાન મલિક ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલ તો તે તેની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિકની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે. અરમાનની બંને પત્નીઓ જલ્દી જ માતા બનવાની છે. ગત દિવસોમાં જ બંનેની પ્રેગ્નેંસીના સમાચાર સામે આવ્યા હતા. જો કે, અરમાનની બંને એકસાથે પ્રેગ્નેટ થઇ હોવાને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

જો કે, આ દરમિયાન ત્રણેયની યૂટયૂબ ચેનલ અને ઈન્સ્ટા રીલ ખૂબ જોવામાં આવી રહી છે. અરમાન મલિકની યૂટયૂબ ચેનલ પર પાંચેક મહિના પહેલા હમારા નવા બેડરૂમ ટાઇટલ સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 1.3 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ વીડિયોમાં અરમાનની બંને પત્નીઓ તેમના નવા ઘરની અને ખાસ કરીને બેડરૂમની ઝલક બતાવી રહી છે.

આ વીડિયોમાં બંને એક મોટો કસ્ટમાઈઝ્ડ બેડ બતાવી રહ્યા છે, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ. વીડિયોમાં પાયલ મલિક અને કૃતિકા મલિક તેમના નવા ઘરની ખૂબ જ ઓછી ઝલક બતાવે છે અને આખું ઘર બતાવવાની ના પાડે છે. પરંતુ તેઓ તેમની સૌથી પ્રિય અને ખાસ જગ્યા બતાવે છે. પાયલ અને કૃતિકાની ખાસ જગ્યા તેમનો મોટો અને કસ્ટમાઇઝ્ડ બેડરૂમ છે.

આ બેડરૂમમાં ઘણો મોટો બેડ છે. પાયલ કહે છે કે આ બેડ કસ્ટમાઇઝ કરાવવામાં આવ્યો છે, કારણ કે તેનો આખો પરિવાર એટલે કે તે, કૃતિકા, અરમાન અને તેમનો પુત્ર બધા સાથે સૂઇ શકે. બેડની બાજુમાં મોટો મિરર અને એ પણ લાઇટ વાળો જોઇ શકાય છે. કૃતિકા મલિક કહે છે, “અમારા માટે આ માસ્ટર બેડ ખાસ બનાવવામાં આવ્યો છે. જેથી અમે બધા સાથે સૂઈ શકીએ.

પહેલાના ઘરમાં એવું થતું કે નાનો બેડ હોવાને કારણે અહીં-તહીં સૂવું પડતું. આ પછી તે કહે છે કે તેને સ્પેશિયલ ગાદલું પણ મળી ગયું છે. આ અંગે વધુ વિગત આપતાં પાયલ કહે છે કે ટૂંક સમયમાં જ તેમનો પરિવાર વધવા જઈ રહ્યો છે, તેથી જ આ બેડ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ કહી શકાય કે પાયલ અને કૃતિકાએ આવનારા બેબીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે નવું ઘર લીધું છે અને આખા પરિવાર માટે એક મોટો બેડ પણ બનાવડાવ્યો છે.

જણાવી દઈએ કે અરમાન મલિક વર્ષ 2011માં પાયલ મલિક સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. જે બાદ કપલને ચિરાયુ નામનો દીકરો થયો. પાયલ સાથેના લગ્નના 6 વર્ષ પછી અરમાન મલિકને પાયલની ખાસ મિત્ર કૃતિકા સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ તેણે વર્ષ 2018માં કૃતિકા મલિક સાથે બીજી વખત લગ્ન કર્યા.

Shah Jina