પોષ પુત્રદા એકાદશી પર ભૂલથી પણ આ કામ કરશો તો નારાયણ થશે નારાજ, સુખ-શાંતિ છીનવી લેશે શ્રીહરિ

પોષ પુત્રદા એકાદશીનું વ્રત નારાયણને સમર્પિત છે. સનાતન ધર્મમાં પૌષ પુત્રદા એકાદશીનું ઘણું ધાર્મિક મહત્વ છે. આ શુભ દિવસે ભક્ત ઉપવાસ રાખે છે અને બીજા દિવસે પારણ કરે છે. પૌષ પુત્રદા એકાદશી વ્રતના પણ અમૂક નિયમ છે. પૌષ પુત્રદા એકાદશી પર અમુક કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે પૌષ પુત્રદા એકાદશી વ્રતના દિવસે શું કરવું અને શું ન કરવું?

પોષ પુત્રદા અગીયારસના દિવસે શું કરવું ?

પોષ એકાદશીના દિવસે શુભ મુરતમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. આ દિવસે વ્રત ન રખાય તો સાત્વિક ભોજન કરવાનો પ્રયત્ન કરવો. વ્રત રાખતા પહેલા વ્રત પાળવાનો સંકલ્પ અવશ્ય કરો. વ્રતને તમામ નિયમોનું પાલન કરવું. પારણ સૂર્યોદય બાદ કરવી ઉત્તમ રહેશે. આ દિવસે ભજન કીર્તન પણ કરવામાં આવે છે.

પોષ પુત્રદા એકાદશી પર શું ન કરવું ?

માસ-મદિરા

પૌષ પુત્રદા એકાદશીના દિવસે માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તામસી ભોજનનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે.

ચોખા

પોષ પુત્રદા એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાની મનાઈ છે. માન્યતા છે કે પોષ પુત્રદા એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી દોષ લાગે છે.

તુલસી

તુલસીના પત્તા ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે, જેના વિના ભગવાનને ભોગ નથી લગાવવામાં આવતો. એટલા માટે પોષ પુત્રદા એકાદશીના દિવસે તુલસીના પત્તાને ન અડવું જોઈએ અને ન તોડવા જોઈએ. માન્યતા અનુસાર, આ દિવસે તુલસી જી વ્રત રાખે છે. એટલા માટે આને સ્પર્શ કરવાથી બચવું જોઈએ.

કાળા કપડાં

ધાર્મિક માન્યતા અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુની કૃપા જાળવી રાખવા માટે આ દિવસે પીળા રંગના કપડા પહેરવા અત્યંત શુભ રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle