દીકરીના જન્મ દિવસે જ બેંકમાં પૈસા ભરવા ગયા અને અચાનક ગોળીઓ વરસી પડી…આ પટેલનું થયું મોત, 7 માળની હવેલીનો છે માલિક

ગત રોજ મૂળ ખેડા જિલ્લાના નડિયાદના અને હાલ અમેરિકાના કોલંબસમાં રહેતા અમિત પટેલ નામના વ્યક્તિનું લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવી છે. અમિત પટેલ કોલંબસ બેન્કમાં રૂપિયા ડિપોઝિટ કરવા માટે ગયા હતા, ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ તેમને નિશાને બનાવીને લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

45 વર્ષીય અમિત પટેલ વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં સ્થાયી થયા હતા. તેમના પરિવારમાં પત્નિ અને 3 વર્ષની દિકરી છે. અમિત પટેલ અમેરિકાના કોલંબસ સિટીમાં એક ગેસ સ્ટેશનના માલિક હતા. ત્યારે ગત રોજ તેમની દીકરીને ત્રણ વર્ષ પૂર્ણ થયા હતા. દીકરીએ પોતાના જન્મ દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવી. આ ઘટનાને લઈને પરિવાર પણ શોકમગ્ન બની ગયો.

અમિત પટેલ મૂળ નડિયાદના વતની હતા અને નડિયાદમાં આવેલા દેસાઈ વગામાં તેમની ત્રણ માળની હવેલી પણ આવેલી છે. અમિતભાઈ સવારના અરસામાં પૈસા જમા કરાવવા કોલંબસના બુએના વિસ્ટા રોડ પર આવેલ સિનોવસ બેંકમાં ગયા હતા. અમિતભાઈ બેંકની બહાર કોઇ કામે રોકાયા હતા ને પછી બેંકમાં જતા હતા ત્યારે બેંકના પ્રવેશદ્વારે એક અજાણ્યા શખ્શે તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

અમિત પટેલના ભાગીદાર વીની પટેલના જણાવ્યા અનુસાર  સપ્તાહના અંતે અમિતભાઈ રોકડ અને રસીદો જમા કરાવવાના કામે   બેંકમાં ગયા હતા. એ વખતે જ બેંકની બહાર કોઇએ તેમને ગોળી મારી હત્યા કરી હતી અને પૈસા લઇ ભાગી ગયો હતો. વધુમાં તેમના બિઝનેસ પાર્ટનરે જણાવ્યું હતું. “દીકરી જન્મદિવસ પર તેના પિતા સાથે જે બન્યું તે તે ક્યારેય ભૂલી શકશે નહીં.”

Niraj Patel