જો તમે પણ ગાડી પાર્ક કરીને હેન્ડબ્રેક નથી લગાવતા તો એકવાર જોઈ લો આ વીડિયો, તમારી ગાડી સાથે પણ બની શકે છે આવું

આજે મોટાભાગના લોકો પાસે ગાડીઓ છે અને હવે ઉનાળાના સમયમાં ઘણા લોકો ગાડીઓ લઈને જ સફર કરવાનું પસંદ કરે છે, ત્યારે ઘણીવાર આપણે ઉતાવળમાં ગાડી પાર્ક કરીને હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે આમ કરવું ઘણીવાર જોખમ કારક પણ સાબિત થાય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ ચોંકાવનારો મામલો લાતવિયાની રાજધાની રીગાનો છે. જ્યાં એક ડ્રાઇવર તેની લાલ પ્યુજો કાર પાર્કિંગમાં પાર્ક કર્યા પછી તેની હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો, જેના પરિણામે તેની કાર વ્યસ્ત રસ્તા પરથી પસાર થતી વખતે નજીકની દૌગાવા નદીમાં પડી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને કારને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજને 15 એપ્રિલે રીગા મ્યુનિસિપલ પોલીસના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી, જેના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવી રહી છે. યુઝર્સ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લાલ રંગની કાર આપોઆપ પાછળની તરફ જવાનું શરૂ કરે છે, અને ચાર લાઇનવાળા રસ્તા પરથી પસાર થતા વાહનોને ટાળીને સીધી નજીકની નદીમાં પડી જાય છે.

કેટલાક ડ્રાઇવરો જ્યારે કારને વિરુદ્ધ દિશામાં જતી જુએ છે ત્યારે તેઓ અધવચ્ચે જ પોતાની કારને રોકી દે છે.આ ઉપરાંત કારમાં કોઈ હાજર ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઘટનાના બીજા દિવસે એટલે કે 15 એપ્રિલે કારને નદીમાંથી બહાર ખેંચવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 14 એપ્રિલે લાતવિયાની રાજધાની રીગામાં બની હતી.

પોલીસે જણાવ્યું કે નદીના કિનારે બે વ્યક્તિઓએ કાર પાર્ક કરી હતી, જેના પછી 10 મિનિટ બાદ કાર ધીમે ધીમે પાછળની તરફ જવા લાગી અને વ્યસ્ત રસ્તા પરથી પસાર થતી નજીકની નદીમાં પડી. પોલીસનું માનવું છે કે વાહનમાં હેન્ડબ્રેક લગાવવામાં આવી ન હતી જેના કારણે આ અકસ્માત થયો હતો.

Niraj Patel