લગ્નના 4 મહિનામાં પરિણીતિ ચોપરાએ આપી ખુશખબરી ! ચાહકો થઈ ગયા ગદગદ…

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાને લઇને એક મોટી ખબર સામે આવી, જેને સાંભળી કદાચ તેના ફેન્સને ઝટકો લાગી શકે છે. રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન બાદ અભિનેત્રીના ફિલ્મી કરિયરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને ઘણા લોકો માનતા હતા કે પરિણીતી રાજકારણમાં જોડાવા જઈ રહી છે. જો કે આ બધા વચ્ચે હવે અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું છે. લગ્ન બાદ અભિનેત્રી હવે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે.

એક્ટ્રેસ અભિનય સિવાય સિંગિંગમાં પોતાનો જાદુ ફેલાવવા તૈયાર છે. પરિણીતિએ આ વાતની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે- તે સંગીતની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. પરિણીતી ચોપરા પોતાની નવી જર્ની માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ખુશખબર ફેન્સ સાથે શેર કરતી વખતે અભિનેત્રીએ એક લાંબું કેપ્શન પણ લખ્યું.

પરીએ લખ્યુ- ‘મ્યુઝિક મારા માટે હંમેશા ખુશીની જગ્યા રહી છે. હું ઘણા સંગીતકારોને વર્ષોથી સ્ટેજ પર પરફોર્મ કરતા જોઉં છું. હવે હું પણ આ દુનિયાનો એક ભાગ બનવા જઈ રહી છું. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. હું મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ અભિનેત્રીની આ પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યુ છે. ઘણા ચાહકો અભિનેત્રીની નવી સફર માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે.

મનીષ મલ્હોત્રાએ પણ પરિણીતીની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં હાર્ટ ઇમોજીસ શેર કર્યા. પરિણીતીએ 25 જાન્યુઆરીએ સંગીતની દુનિયામાં તેના પ્રવેશની માહિતી આપી હતી. પરિણીતીએ તેના ગીત ‘માન કે હમ’નો એક વિડિયો પણ શેર કર્યો, જે તેણે મૂળ 2017ની રોમેન્ટિક ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં ગાયુ હતુ, જેમાં તેણે આયુષ્માન ખુરાના સાથે અભિનય કર્યો હતો. તેણે 2011માં ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’થી ડેબ્યૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

તે છેલ્લે અક્ષય કુમાર સાથે ‘મિશન રાનીગંજ’માં જોવા મળી હતી. પરિણિતીની આગામી ફિલ્મ દિલજીત દોસાંઝ સાથે ‘ચમકિલા’ છે. જણાવી દઈએ કે અભિનેત્રીએ ટીએમ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને ટીએમ ટેલેન્ટ મેનેજમેન્ટ સાથે હાથ મિલાવ્યા છે, જે દેશના મશહૂર સિંગરને રિપ્રેઝન્ટ કરે છે. અરિજિત સિંહ, સુનિધિ ચૌહાણ, બાદશાહ, અમિત ત્રિવેદી સહિત 25થી વધુ મોટા કલાકારોના નામ આ કંપની સાથે જોડાયેલા છે.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

Shah Jina