ખબર

5 વર્ષથી પિયરનું મોઢું નથી જોયું આ નડિયાદની વહુએ, સાસુને થયો પેરાલિસિસ તો દીકરી બનીને કરવા લાગી સેવા, જાણો ગર્વ થાય તેવી સત્યઘટના

આવી વહુબેટા પુત્રવધુને કોણ કોણ સલામ કરશે? પુરી સ્ટોરી વાંચીને ગર્વ થશે

સાસુ અને વહુ વચ્ચેના ઝઘડાઓ તો જગ જાહેર છે, મોટાભાગના ઘરોમાં સાસુ વહુ વચ્ચેની લડાઈ તો ચાલતી જોવા જ મળે છે, બહુ ઓછા એવા ઘરો હશે જેમાં સાસુ અને વહુ મા-દીકરીની જેમ રહેતા હશે. પરંતુ હાલમાં નડિયાદમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે જોઈને તમને પણ આ વહુ ઉપર ગર્વની લાગણી ચોક્કસ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ વર્ષ પહેલા નડિયાદના પટેલ પરિવારમાં પરણીને આવેલી વહુની હજુ હાથની મહેંદી સુકાઈ નહોતી ત્યાં તેના સાસુ સસરાને અકસ્માત થયો અને આ અકસ્માતમાં તેના સાસુને પેરાલીસીસ થઇ ગયો.

Image Source

સાસુને સેવા કરવા માટે વહુએ પિયર જવાનું પણ માંડી વાળ્યું અને છેલ્લા પાંચ વર્ષથી એક દીકરી કરતા પણ વધારે સારી રીતે પોતાની સાસુની સેવા કરવામાં લાગી ગઈ. જે વહુનું આજે પીપલગ સમાજ વાડી ખાતે ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ નડિયાદ ઘટક સંલગ્ન સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

નડિયાદના પટેલ બેકરી રોડ ઉપર આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા સુમન પટેલ પોતાના દીકરાના લગ્નના થોડા દિવસ બાદ જ પોતાની પત્ની ઉર્મિલા સાથે દેવા મુકામે સ્કૂટર લઈને ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે, આ દરમિયાન જ તેઓ એક અકસ્માતનો શિકાર બન્યા

આ અકસ્માતની અંદર સુમનભાઈ કરતા તેમના પત્ની વધારે ઘવાયા હતા અને તેઓ પેરાલીસીસનો શિકાર પણ બની ગયા અને તેમને પથારીવશ થવું પડ્યું હતું. નવી પરણીને આવેલી તેમની પુત્રવધુ બંસરીને હજુ તો ઘરમાં કયો સામાન ક્યાં મુક્યો છે તેની પણ ખબર નહોતી, પરંતુ તેને મનને મક્કમ કરી હિંમતથી આખું ઘર સાચવી લેવાની જવાબદારી પોતાના માથે ઉઠાવી લીધી.

Image Source

આ ઘટનાને આજે 5 વર્ષ પૂર્ણ થઇ ગયા તે છતાં પણ બંસરી પોતાના સાસુની સેવા કરવા માટે સતત ખડેપગે હાજર રહે છે અને છેલ્લા 5 વર્ષથી તે પોતાના પિયરનું પગથિયું પણ ચઢી નથી. ત્યારે આ બહુ માટે ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજમાં ગર્વની લાગણી છે. બંસરી ઘણી જ પરણિત મહિલાઓ માટે એક મોટું ઉદાહરણ બની છે અને તેના કારણે જ આજે તેનું સન્માન પણ કરવામાં આવ્યું.

સાભાર: દિવ્યભાસ્કર