પોતાના જીવન જોખમે યુક્રેનમાં ફ્સાયેલા 200 વિધાર્થીઓને એરલિફ્ટ કરીને લઇ આવ્યો આ ગુજરાતી પાયલોટ, જાણો કોણ છે તે ?

રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો ભારતીય નાગરિકો પણ યુક્રેનમાં ફસાઈ ગયા છે. ત્યારે સરકાર દ્વારા પણ આ વિધાર્થીઓને બચાવવા માટે અને તેમને યુક્રેનમાંથી બહાર લાવવા માટે મિશન ગંગાની શરૂઆત કરી દીધી છે, જે અંતર્ગત ઘણા બધા વિધાર્થીઓને ભારત પરત પણ લઇ આવવામાં આવ્યા છે.

ત્યારે આ દરમિયાન એક ગુજરાતી પાયલોટના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. આ પાયલોટ એર ઇન્ડિયાનું વિમાન ચલાવે છે અને તેને પોતાના જીવના જોખમે યુક્રેનમાં ફસાયેલા 200 વિધાર્થીઓને એર ઇન્ડિયાની ફલાઇટ દ્વારા વતન પરત લાવવામાં એક ખુબ જ મહત્વની ભૂમિકા પણ ભજવી છે.

આ બહાદુર પાયલોટનું નામ છે પંકિત દોશી. જે મૂળ બગસરાના રહેવાસી અમરચંદ કપૂરચંદ દોશીના પુત્ર પંકજભાઈનો દીકરો છે. જે હાલ એર ઇન્ડિયામાં પાયલોટ તીકે ફરજ બજાવે છે. પંકિત બારમા ધોરણનો અભ્યાસ ક્યાં બાદ અઢાર વર્ષની ઉંમરમાં જ પાયલોટ  બનાવની તાલીમ લેવા માટે અમેરિકા ગયો હતો.

અમેરિકામાં આઠ વર્ષની સખ્ત મહેનત અને તાલીમ બાદ વતન પરત ફર્યો અને વર્ષ 2016માં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફલાઇટમાં શું પાયલોટ તરીકે દાખલ થઇ પાયલોટ તરીકેની સેવાઓ આપી રહ્યો છે. પંકિતના દાદાનું સપનું હતું કે તે પાયલોટ બને અને પંકિએ આ સપનાને સાકાર કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Niraj Patel