સચિન બાદ હવે કાળા નાણામાં આ બોલિવૂડ સુપરસ્ટાર અને દિગ્ગજ બિઝનેસમેનનું નામ આવ્યું સામે

ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) ના પેન્ડોરા પેપર્સના ખુલાસાઓએ હલચલ મચાવી દીધી છે. ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનું નામ પણ પેન્ડોરા પેપર્સ લીક્સમાં સામે આવ્યું છે. તેમના પછી, હવે અનિલ અંબાણી, વિનોદ અદાણી, જેકી શ્રોફ, કિરણ મઝુમદાર-શો, નીરા રાડિયા અને સતીશ શર્મા સહિત ઘણા ભારતીયો ના નામ પણ સામે આવ્યા છે.

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICJI) માં બીબીસી અને ધ ગાર્ડિયન ઉપરાંત ભારતના ઇન્ડિયન એક્સપ્રેસ સહિત વિશ્વભરના 150 થી વધુ મીડિયા જૂથોનો સમાવેશ થાય છે. ICIJ એ દાવો કર્યો છે કે તેને 1.19 કરોડથી વધુ ગુપ્ત ફાઇલો મળી છે, જેણે ધનિકોના ગુપ્ત વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે.

બાયોકોન ચીફ કિરણ મઝુમદાર શોના પતિ જોન શોનું નામ પણ પેન્ડોરા પેપર્સની યાદીમાં સામે આવ્યું છે. આ અંગે કિરણ મઝુમદારે કહ્યું કે તેના પતિના વિદેશ આધારિત ટ્રસ્ટને ખોટી રીતે સામેલ કરવામાં આવ્યુ છે. તેણીએ કહ્યું કે તેના પતિનુ ટ્રસ્ટ “વાસ્તવિક” અને “માન્ય” છે.

પેન્ડોરા પેપર્સમાં પતિનું નામ આવ્યા બાદ કિરણ મઝુમદાર શોએ સ્પષ્ટતા કરી હતી કે, “મારા પતિના વિદેશ ટ્રસ્ટનું નામ ખોટી રીતે સામેલ કરવામાં આવી રહ્યું છે, જે એક વાસ્તવિક અને કાયદેસર છે, જેનું સંચાલન સ્વતંત્ર ટ્રસ્ટી કરે છે. કોઈ પણ ભારતીય પાસે આ ટ્રસ્ટની ‘ચાવી’ નથી, જેવા આક્ષેપો કરવામાં આવે છે.

તેણીએ કહ્યું કે, મારા પતિ જ્હોન શો બ્રિટિશ નાગરિક છે જેમણે 1999 માં તેમની વિદેશી મુદ્રાની કમાણી સાથે ગ્લેન્ટેક ઇન્ટરનેશનલ નામની રોકાણ કંપની સ્થાપી હતી. આ કંપનીએ યુનિલિવર સહિત ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણ કર્યું છે. બાયોકોનની માલિકી યુનિલિવરની છે. તેમણે દાવો કર્યો હતો કે ગ્લેન્ટેક મોરેશિયસ રજિસ્ટર્ડ કંપની છે જેના વિશે આરબીઆઈ અને સેબી બંનેને માહિતી છે.

તેણીએ કહ્યું કે ભારતમાં તેના પતિ જોન શો દ્વારા દાખલ કરવેરા રિટર્નમાં, તે પોતાને શેરહોલ્ડર અને ગ્લેન્ટેકના ડિરેક્ટર તરીકે વર્ણવે છે. તે જ સમયે, ડીનસ્ટોન ટ્રસ્ટ વિશે, તેમણે કહ્યું કે તેની સ્થાપના 2015 માં ગ્લેન્ટેક દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટની સ્થાપના ચેરિટી કાર્ય માટે કરવામાં આવી છે.

પાન્ડોરા પેપર્સ લીકમાં લગભગ 380 ભારતીયોના નામ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં સચિન તેંડુલકરનું નામ પણ છે. આ અંગે તેંડુલકરના વકીલનું કહેવું છે કે તેમનું રોકાણ કાયદેસર છે અને ટેક્સ અધિકારીઓ આ બાબતે વાકેફ છે. તો બીજી તરફ, અનિલ અંબાણી અને કિરણ મઝુમદાર શોનું નામ પણ અઘોષિત વિદેશી સંપત્તિ રાખવાના આરોપમાં છે. ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું નામ પણ આ યાદીમાં છે.

આ ઉપરાંત બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફને ન્યૂઝીલેન્ડમાં તેની સાસુ ક્લાઉડિયા દત્તાએ બનાવેલા ટ્રસ્ટમાંથી સૌથી વધુ લાભ મળ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. ટ્રસ્ટનું સ્વિસ બેંકમાં ખાતું છે અને વર્જિન આઇલેન્ડમાં ઓફશોર કંપની પણ છે. જેકીએ તેમાં પૈસા પણ મૂક્યા. જેનો લાભ પુત્ર અને પુત્રીને મળ્યો.

આ યાદીના રાજકારણી પણ સામેલ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગાંધી પરિવારના નજીકના ભૂતપૂર્વ પેટ્રોલિયમ મંત્રી સ્વર્ગીય કેપ્ટન સતીશ શર્મા અનેક વિદેશી કંપનીઓ, ટ્રસ્ટો અને મિલકતો સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર તેની પત્ની, બાળકો અને પૌત્રો સહિત પરિવારના 10 સભ્યો જેન જેગર્સ ટ્રસ્ટના લાભાર્થી છે. તેમણે ચૂંટણીના ઉમેદવારીપત્રમાં આનો ક્યારેય ખુલાસો કર્યો નથી.

પેન્ડોરા પેપર્સ સામે આવ્યા બાદ 91 દેશોમાં હલચલ મચી ગઈ છે. આ યાદીમાં દુનિયાભરના રાજકારણીઓ અને ખ્યાતનામ લોકો પર અન્ય દેશોમાં છુપાઈને સંપત્તિ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ICIJ દાવો કરે છે કે તેને 1.19 કરોડથી વધુ ગોપનીય ફાઇલો મળી છે, જેણે અમીરોના ગુપ્ત વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે.

YC