લગ્નના મંડપમાં વિધિ કરાવી રહેલા પંડિતજીએ વરરાજાને વચન લેવડાવતાં કહ્યું, “આજથી લાઈન મારવાનું બંધ…” પછી મહેમાનોના આવ્યા એવા રિએક્શન કે… જુઓ વીડિયો

આ પંડિતજી તો બની ગયા સુપર રોક્સ.. લગ્નમાં વરરાજાને લેવડાવ્યું એવું વચન કે મહેમાનો પણ પેટ પકડીને હસવા લાગ્યા.. વીડિયો જોઈને લોકો બોલ્યા.. “પંડિતજી તમારા પગ ક્યાં છે ?”

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા એવા એવા વીડિયો સામે આવી રહ્યા છે કે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર વર કન્યા કે તેમના મિત્રો દ્વારા મસ્તી મજાક કરવામાં આવે છે. તો ઘણીવાર પંડિતજી પણ લગ્નમાં ખુબ જ રમુજી બની જતા હોય છે અને એવા મંત્રોચ્ચાર કરતા હોય છે કે તેમના વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરવા લાગે છે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પંડિતજીએ લગ્ન કરવા બેઠેલા વરરાજાને એવો મંત્ર કહ્યો કે સાંભળીને સૌ કોઈ હેરાન પણ રહી ગયા અને પેટ પકડીને હસવા માટે મજબુર પણ બની ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા લગ્ન મંડપમાં બેઠા છે. આ સાથે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ પણ હાજર છે. પંડિતજી વર-કન્યાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે લગ્ન પછી તેઓએ કયા વચનો પૂરા કરવાના છે.

વચન લીધા પછી વર-કન્યા શું કરી શકે અને શું ન કરી શકે તે પણ જણાવવામાં આવ્યું હતું. જોકે, પંડિતજીએ મજાકમાં એવી વાત કહી કે સાંભળીને લોકો ચોંકી ગયા. પંડિતજીએ સૌથી પહેલા કહ્યું કે તમે સ્ત્રીઓને માતા સમાન ગણો. એટલામાં કોઈ હસવા લાગ્યું અને પૂછ્યું કે કેમ હસો છો. આ પછી પંડિતજી વધુ મંત્રો પાઠ કરવાનું શરૂ કરે છે અને છોકરી વતી કહે છે કે તમારા અને મારા પ્રેમની વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ ન આવે.

 

View this post on Instagram

 

A post shared by DIAMOND BORA (@diamond_anjali_)

તે સમજાવતા આગળ કહે છે એટલે કે આજથી છોકરીઓને લાઈનમાં મારવાનું બંધ કરો. આ સાંભળીને લોકો જોર જોરથી હસી પડે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર diamond_anjali_ નામના યુઝરે શેર કર્યો હતો અને અત્યાર સુધીમાં તેને 49 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે, ગુરુજીના પગ ક્યાં છે? જ્યારે બીજાએ લખ્યું, “પંડિતજી અદ્ભુત છે.”

Niraj Patel