આ માછીમારના જાળમાં ફસાઇ એક, બે નહિ પરંતુ 157 સી ગોલ્ડ માછલીઓ, રાતો રાત બની ગયો કરોડપતિ

મોનસૂનના સમયે સમુદ્રમાં માછલી પકડવા પર રોક લાગેલી હોય છે. સમુદ્રમાં માછલી પકડવા પર મોનસૂનને કારણે લાગેલી રોક હટવા પર ચંદ્રકાંત નામનો એક માછીમાર પહેલીવાર 28 ઓગસ્ટના રોજ રાત્રે અરબ સાગરમાં માછલી પકડવા ગયો હતો. નસીબ તો જુઓ એ માછીમારના કે તેની જાળમાં એક, બે નહિ પરંતુ 157 માછલીઓ આવી ગઇ અને એ પણ સી ગોલ્ડ માછલીઓ. આ માછલીઓને તેને 1.33 કરોડમાં વેચી.

મહારાષ્ટ્રના પાલઘરમાં એક માછીમારની કિસ્મત કંઇક એવી રીતે મહેરબાાન થઇ કે તે એક ઝાટકામાં કરોડપતિ બની ગયો. પાલઘરનો ચંદ્રકાંત તેના 7 સાથિયો સાથે સમુદ્રમાં માછલી પકડવા ગયો હતો. જયારે આ લોકોએ સમુદ્રમાં જાળ નાખી તો ‘સી ગોલ્ડ’ કહેવાતી દુર્લભ માછલીઓ જાળમાં ફસાઇ.

ચંદ્રકાંતની કિસ્મત સારી હતી કે તેની  જાળમાં 157 માછલીઓ આવી. આ માછલીઓ તેણે 1.33 કરોડમાં વેચી. માછલીઓનું ઓક્શન પાલઘરના મુર્બેમાં થયુ હતુ. ચંદ્રકાંતના દીકરા સોમનાથે જણાવ્યુ  કે, તેમણે લગભગ એક એક માછલીને 85 હજાર રૂપિયામાં વેચી. સોમનાથે જણાવ્યુ કે, તે  7 લોકો સાથે હારબા દેવી નામની બોટથી સમુદ્રમાં 20થી 25 નોટિકલ માઇલ અંદર વાધવાન તરફ ગયા હતા. આ દરમિયાન તેના પિતાએ સમુદ્રમાં જાળ ફેલાવી તો તેમાં 157 માછલીઓ ફસાઇ ગઇ.

બોટમાં સવાર લોકોમાં આ સાથે જ ખુશીની લહેર દોડી ગઇ. કારણ કે તેમના જીવનની સૌથી મોટી કમાણીવાળી ટ્રિપ બની ગઇ હતી. આ માછલીઓનું વૈજ્ઞાનિક નામ Protonibea Diacanthus છે તેને સી ગોલ્ડ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ દવાઓ અને કોસ્મેટિકસ બનાવવામાં થાય છે. થાઇલેન્ડ, ઇંડોનેસિયા, જાપાન, સિંગાપુર જેવા દેશોમાં તેની ઘણી માંગ છે.

 

Shah Jina