દર્દીઓ સુધી મફત ઓક્સિજન પહોંચાડનાર આ વ્યક્તિ બન્યા ઓક્સિજન મેન, વેચી 23 લાખની SUV

પોતાની 22 લાખની SUV કાર દર્દીની સેવા માટે વેચી દીધી, અહીં સ્ટોરી વાંચીને સલામ ઠોકવાનું મન થશે

કોરોના વાયરસની બીજી લહેરમાં મહારાષ્ટ્રની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. અહીં બેડ, સારવાર અને ઑક્સીજન વગર લોકો મરી રહ્યા છે. હાલત એવી ઊભી થઈ છે કે સરકારે લૉકડાઉનની જાહેરાત કરવી પડી છે. મુંબઈમાં ઑક્સીજનની અછતના ન્યૂઝ વચ્ચે એક વ્યક્તિ નિસ્વાર્થ ભાવ દર્દીઓને ઑક્સીજન પહોંચાડી રહ્યો છે. લોકો તેને ‘ઑક્સીજન મેન’ તરીકે જ ઓળખે છે. એક સમયે તેણે લોકોની મદદ કરવા માટે પોતાની 22 લાખ રૂપિયાની SUV કાર પણ વેચી દીધી હતી.

Image source

શાહનવાઝ શેખ નામનો યુવાન લોકો માટે મસિહા બનીને આવ્યો છે. મુંબઈના મલાડમાં રહેતો અને ‘ઓક્સિજન’ મેનથી ફેમસ થઈ ચૂકેલા શાહનવાઝ શેખ એક કોલ પર દર્દીઓને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. લોકોને મુશ્કેલી ન પડે એટલા માટે તેણે વોરરૂમ પણ શરૂ કર્યો છે.

Image source

શાહનવાઝ અને તેની ટીમે 4,000 જેટલા લોકોને ઑક્સીજન સિલિન્ડર પહોંચાડીને તેમની મદદ કરી છે. શાહનવાઝની ટીમ ખાલી સિલિન્ડર જ નથી પહોંચાડતી, લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી આપે છે. એક વખત સિલિન્ડર ખાલી થયા બાદ દર્દીના પરિવારજનો તેના કંટ્રોલરૂમ ખાતે પરત મૂકી જાય છે.

Image source

મીડિયા સાથેની વાતચીતમાં શાહનવાઝે જણાવ્યું હતું કે, ગત વર્ષે તેના એક મિત્રની પત્નીનું ઓટો રિક્ષામાં ઑક્સીજનના અભાવે મોત થયું હતું. આથી તેણે ઑક્સીજન સપ્લાય એજન્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. લોકોને સમયસર મદદ મળી રહે તે માટે શાહનવાઝે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત તેણે પોતાનો કંટ્રોલરૂમ પણ બનાવ્યો છે.

Image source

શાહનવાઝ જણાવે છે કે આ વખતે પહેલા જેવી સ્થિતિ નથી. જાન્યુઆરીમાં ઓક્સિજન માટે 50 કૉલ આવતા હતા, જ્યારે આજે 500થી 600 કૉલ દરરોજ આવી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અમે ફક્ત 10થી 20 ટકા લોકોને જ મદદ પહોંચાડી શકીએ છીએ.

Shah Jina