પંકજ ઉધાસ પછી વધુ એક મોટી હસ્તીએ દુનિયાને અલવિદા કહ્યું, આ દર્દનાક બીમારીથી પીડિત હતા, જાણો સંપૂર્ણ વિગત

ભારતના દિગ્ગજ ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે મુંબઈમાં નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. આ માહિતી તેમની પુત્રી નયાબે આપી હતી. જેતપુરમાં જન્મેલા ગઝલ ગાયક પંકજ ઉધાસ 72 વર્ષના હતા.

તેઓ ‘ચિઠ્ઠી આયી હૈ’ અને ‘જીયે તો જીયે કૈસે’ જેવા ગીતો અને ગઝલ માટે જાણીતા છે. પરિવારના એક સૂત્રએ જણાવ્યું કે પંકજ ઉધાસનું સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. ઉધાસે ‘નામ’, ‘સાજન’ અને ‘મોહરા’ સહિત અનેક હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી.

હવે ફરી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના જાણીતા અભિનેતા કેનેથ મિશેલનું 49 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી Amyotrophic Lateral Sclerosis (ALS) નામની ગંભીર બીમારીથી પીડિત હતા.

તેઓ હોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક છે. તે કેપ્ટન માર્વેલમાં જોસેફની ભૂમિકા માટે જાણીતો છે. આ સિવાય તેણે સ્ટાર ટ્રેકઃ ડિસ્કવરી અને મિરેકલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ફેમિલીએ ઓફિસિયલ સોશિયલ મીડિયા પર એજ પોસ્ટ શેર કરી છે એજમાં હતું કે, ‘તેમણે ઓલિમ્પિક આશાવાદી, એક સર્વાઇવર, એક અવકાશયાત્રી, એક સુપરહીરોના પિતા અને ચાર અનોખા સ્ટાર ટ્રેકર્સનું પાત્ર ભજવ્યું છે. પરંતુ તેમની નજીકના લોકો માટે તે આશાવાદી, સ્વપ્ન જોનાર, ફૂટબોલ ખેલાડી, રીંછને હગ આપનાર,

લેન્ડસ્કેપ ડિઝાઇનર, માળી, પ્રકૃતિ પ્રેમી, બિલાડીઓનો પ્રેમી , આર્ટ મેકર, ,સંગીત સાંભળનાર, દરેક વસ્તુમાં બારિકાઇ જોનાર, એક વિશ્વ પ્રવાસી, અંકલ જોકર, એક નાનો ભાઈ, સુઝેનનો પાર્ટનર અને સૌથી ઉપર એક ગૌરવપૂર્ણ પિતા તરીકે જુએ છે.

YC