આ ભાઈએ બાઈક ઉપર કર્યો એવો અત્યાચાર કે જોઈને તમે પણ માથું પકડી લેશો, એક બાઈક ઉપર 3-4 નહિ પરંતુ બેસાડ્યા 7 લોકોને, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ફની વીડિયોની ભરમાર જોવા મળે છે. ઘણા વીડિયો એવા હોય છે જે આપણને પેટ પકડીને હસાવતા હોય છે. તો ઘણા વીડિયો જોઈને આપણે પણ હેરાન પરેશાન થઇ જતા હોય છે. પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને દરેક લોકો માથું પકડી લેશે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક બાઈક સવાર પોતાની બાઈક ઉપર 2-4 નહિ પરંતુ 7-7 લોકોને બેસાડતો જોવા મળી રહ્યો છે, આ જોઈને જ ઘણા લોકોનો પિત્તો ગયો અને તેમને કહ્યું કે હવે બસ ભાઈ બાઈક ઉપર કેટલો અત્યાચાર કરશો. લાખો લોકોએ આ વીડિયોને વારંવાર જોયો છે અને પ્રતિભાવ પણ આપ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈક સવાર બાઈક ઉપર બેઠો છે અને નીચે ચાર બાળકો ઉભેલા છે, સાથે જ બે મહિલાઓ પણ છે. આ બધા મળીને કુલ સાત લોકો છે, જે બધા જ બાઈક ઉપર બેસવા માટે તૈયાર છે. બાઈક ઉપર બેઠેલો વ્યક્તિ પહેલા બે બાળકોને બાઈકની ટાંકી ઉપર બેસાડે છે.

જેના બાદ એક મહિલા પોતાના ખોળામાં બાળક બેસાડીને પાછળની સીટ ઉપર બેસે છે. જેના બાદ બીજી એક મહિલા પણ તેની બાજુમાં પાછળની સીટ ઉપર એક બાળકને ખોળામાં રાખીને બેસી જાય છે. આ ઘટના ત્યાંથી થોડે દૂર ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ લાખો લોકોએ તેને જોઈ લીધો.

Niraj Patel