ઘરવાળા કરી રહ્યા હતા શ્મશાન લઇ જવાની તૈયારી તો અચાનક જીવિત થઇ ગઇ 102 વર્ષની અમ્મા, પછી થઇ જોવા જેવી…

7 કલાકથી થમ્યા હતા શ્વાસ, અંતિમ સંસ્કાર પહેલા અચાનક 102 વર્ષની મહિલાએ ખોલી દીધી આંખો, જોનારાઓ ફફડી ઉઠ્યા, જાણો પછી શું થયેલું

શું તમે ક્યારેક સાંભળ્યુ છે કે અંતિમ સંસ્કારથી ઠીક પહેલા કોઇના પ્રાણ પાછા આવી જાય. આવો હેરાન કરી દેનારો કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે. જ્યાં અંતિમ સંસ્કાર માટે લઇ જતા સમયે એક વૃદ્ધ મહિલા અચાનક જીવિત થઇ ગઇ. 102 વર્ષની આ વૃદ્ધ મહિલા મંગળવારે અચાનક જ બેહોંશ થઇ ગઇ હતી, જે બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ડોક્ટરે તપાસ કર્યા બાજ મહિલાને મૃત ઘોષિત કરી દીધી.

ઉત્તરાખંડના રૂડકીમાંથી આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મંગલૌર ક્ષેત્રના ખુર્દ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત થઇ ગયુ, જેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. બધા સંબંધીઓ પણ પહોંચી ગયા હતા, પણ અચાનક મૃતકના શરીરમાં હરકત જોવા મળી. કોઇને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો પણ જ્યારે મૃતક મહિલાએ આંખો ખોલી તો ત્યાં હાજર લોકોની ખુશીનું ઠેકાણુ ન રહ્યુ.

મંગલૌર ક્ષેત્રના નારસન ખુદ્ર નિવાસી વિનોદની 102 વર્ષિય માતા જ્ઞાન દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહી હતી. જાણકારી અનુસાર, અચાનક વૃદ્ધ મહિલા બેહોંશ થઇ ગઇ, જે બાદ પરિજનોએ ડોક્ટરને બોલાવ્યા અને તપાસ બાદ મહિલાને મૃત જાહેર કરાયા. આ ખબર બાદ પરિજનોમાં માતમનો માહોલ થઇ ગયો. પરિજનોને મોતની ખબર આપ્યા બાદ તેઓ પણ ઘરે જમા થઇ ગયા.

મહિલાના અંતિમ સંસ્કારની તૈયારીઓ બસ પૂરી થઇ હતી અને શવને અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા હતા ત્યારે જ મહિલાના શરીરમાં કંઇક હરકત મહેસીસ થઇ. જ્યારે તેમને જોરથી હલાવવામાં આવ્યા તો તેમણે આંખો ખોલી દીધી. અંતિમ સંસ્કાર પહેલા 102 વર્ષની વૃદ્ધ મહિલાને જ્યારે પરિવારજનોએ ખાવાનું પૂછ્યુ તો તેણે ચાટ ખાવા માટે હા કરી દીધી. તે બાદ મહિલાને ગુરુકુળથી ચાટ લાવી ખવડાવવામાં આવી.

મહિલા પહેલાની જેમ વાતો કરવા લાગી. મહિલાના પૌત્રએ જણાવ્યુ કે, તેની દાદી લગભગ સાતેક કલાક સુધી મૃત રહ્યા બાદ અચાનક શ્વાસ લેવા લાગી અને ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો. ત્યાં મહિલાના હોંશમાં આવતા જ કેટલીક વાર સુધી જ્યાં માતમ સર્જાયો હતો ત્યાં ખુશી સર્જાઇ ગઇ. વિનોદનું કહેવુ છે કેની માતા પરિવાર જ નહિ પણ પૂરા ગામમાં સૌથી વૃદ્ધ મહિલા છે. વૃદ્ધ મહિલા હવે સ્વસ્થ છે અને પરિવાર સાથે સાથે ગામમાં પણ ખુશીનો માહોલ છે.

Shah Jina