ચાર્જિંગમાં મોબાઈલ મૂકીને વાત કરનારા સાવધાન…વૃદ્ધને મળ્યું એવું દર્દનાક મોત કે ચીથડે ચીથડાં ઉડી ગયા, ફોનના ઘણા પાર્ટ શરીરમાં ઘુસ્યા, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ચાર્જિંગમાં લાગેલા મોબાઈલ પર હેલો બોલ્યો અને શરીરના ઉડી ગયા ચિથડે-ચિથડાં! દુનિયાનું સૌથી ભયંકર મોત મળ્યું

આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાક લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટતા હોય છે તો કેટલાક લોકો અણધાર્યા અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે ઘણીવાર મોબાઈલ બ્લાસ્ટ થવાના કારણે પણ કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ ફાટવાના કારણે 60 વર્ષના વૃદ્ધનું મોત થયું છે.

આ રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે ઉજ્જૈનના બદનગર તાલુકામાંથી, જ્યાં રોડ નજીક રૂનીજા રોડ પર ખેતરના રૂમમાં ચાર્જ કરતી વખતે મોબાઈલ ફોન ફાટતા 60 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વૃદ્ધના શરીરના ચીથડાં ઉડી ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ ઘટના બદનગર તાલુકાની છે. જ્યાં 60 વર્ષીય દયારામ બારોડ રૂણીજા રોડ પર ખેતરમાં એક રૂમમાં એકલો રહેતો હતો.

સોમવારે તેના મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. બદનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનીષ મિશ્રાએ જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે ઘરમાં એક વ્યક્તિની લાશ પડી છે, ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે દયારામ નામના વ્યક્તિનું મોત મોબાઈલમાં ચાર્જિંગ દરમિયાન વિસ્ફોટ થવાના કારણે થયું હતું.  જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક દયારામના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પણ નીકળી છે.

સોમવારે તે તેના મિત્ર દિનેશ ચાવડા સાથે ગામી કાર્યક્રમ માટે ઈન્દોર જવાનો હતો. દિનેશ રેલ્વે સ્ટેશન ગયો અને તેના માટે ઈન્દોર જવા માટે ટિકિટ ખરીદી. લાંબા સમય સુધી તે સ્ટેશને ન પહોંચતા મિત્ર દિનેશે તેને ફોન કર્યો. તેણે ફોન ઉપાડતાં જ મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. આ પછી સતત ફોન બંધ આવતો રહ્યો. જે બાદ દિનેશ તેને જોવા ખેતરે પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી.

મૃતકના ગળાથી છાતી સુધીનો ભાગ અને એક હાથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળે તપાસ કરતાં ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ખંડિત હાલતમાં મળી આવ્યો હતો. પાવર પોઈન્ટ પણ સંપૂર્ણપણે બળી ગયો હતો. સ્થળ પરથી અન્ય કોઈ વિસ્ફોટક કે જ્વલનશીલ સામગ્રી પણ મળી નથી.

Niraj Patel