આ ચાચાએ બનાવી આગથી ચાલતી સાઇકલ , સોશિયલ મીડિયામાં આ ગજબના જુગાડનો વીડિયો થયો વાયરલ, તમે પણ જુઓ

આપણા દેશની અંદર તમને ગલીએ ગલીએ અને ગામે ગામ જુગાડુ લોકો મળી જશે, જે પોતાના અવનવા જુગાડથી લોકોના દિલ જીતી લેતા હોય છે અને તેમની પાસે દુનિયાની તમામ તકલીફો માટે કોઈને કોઈ જુગાડ જરૂર હોય છે. ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણા લોકો ઘણા અવનવા જુગાડ અપનાવતા હોય છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

વ્યક્તિ કોઈપણ ઉંમરે કોઈપણ કામ કરી શકે છે, બસ તેણે પોતાની જાત પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેના કામમાં વિશ્વાસ રાખવો જોઈએ. જે પણ કામ મહેનત અને લગનથી કરવામાં આવે છે તે પૂર્ણ થાય છે. જેમને વ્યસ્ત રહેવાની આદત હોય છે તેઓ કંઈક એવું કરે છે કે દુનિયા જોતી જ રહી જાય છે. ત્યારે હાલમાં એક વૃદ્ધે એવું જ કર્યું. તેણે પોતાની દેશી દેખાતી સાયકલને રોકેટમાં ફેરવી દીધી અને તે પણ અનોખા જુગાડ સાથે. આ વૃધ્ધે એવો જુગાડ કર્યો કે સાયકલ રોકેટની જેમ દોડવા લાગી.

આ જુગાડનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વૃદ્ધ પોતાની સાઈકલ ચલાવી રહ્યો છે. તેણે સાઈકલના પાછળના ભાગે જુગાડમાંથી નીકળતી ચીમની જેવો પાઈપ મૂક્યો છે. તેમાંથી આગ નીકળી રહી છે, જેમ રોકેટમાં નીકળે છે અને સાઇકલ દોડવા લાગે છે.

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે તે વ્યક્તિ સાઇકલ ચાલુ કર્યા બાદ તેના એક હાથથી તેનો વીડિયો પણ બનાવે છે. આ જુગાડનો વીડિયો જોઈને લોકો વૃદ્ધના ફેન થઈ ગયા. એક યુઝરે લખ્યું કે દાઢી અને ફેન્ટસીનું કોમ્બિનેશન ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. આ વીડિયોને અત્યાર સુધી 3 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel