એરપોર્ટ પર આચાનક વૃદ્ધને આવ્યો હૃદય રોગનો હુમલો, મહિલાએ એવી બહાદુરી વાપરીને મોતના મુખમાંથી બહાર કાઢી લાવી, જુઓ વીડિયો

વૃદ્ધ વ્યક્તિને અચાનક એરપોર્ટ પર આવ્યો હાર્ટ એટેક, એક મહિલા બની સંકટ મોચન, CPR આપીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો

Old man had a heart attack at the airport : છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હાર્ટ એટેક કોને ક્યારે અને ક્યાં આવી જાય એ કોઈ નથી જાણતું. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના હાલ સામે આવી છે. તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.  જે ઘટના સામે આવી છે તેના વીડિયોમાં, એક વૃદ્ધ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે ટર્મિનલ 2 ના ફૂડ કોર્ટમાં જમીન પર પડી ગયો.

આ જોઈને ત્યાં હાજર એક મહિલા ડૉક્ટરે તરત જ તેને CPR આપવાનું શરૂ કર્યું. લગભગ પાંચ મિનિટ સુધી સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપ્યા બાદ તે ફરીથી હોશમાં આવ્યો, વીડિયો કોએક્સ પર @gharkekalesh ID સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં બેભાન પડેલા 60 વર્ષના વ્યક્તિની આસપાસ ભીડ છે અને મહિલા ડૉક્ટર તેને ઝડપથી CPR આપી રહી છે. પછી જાણે અચાનક તેનો શ્વાસ પાછો આવી ગયો.

વાયરલ વીડિયોમાં મહિલા ડોક્ટરના વખાણ કરતા લોકો થાકતા નથી. આ ઉપરાંત લોકો પણ દરેક જગ્યાએ ડોકટરો અને દર્દીઓ પ્રત્યેના તેમના સમર્પણના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ મહિલાને સલામ, તમામ ડોક્ટરોને સલામ. બીજાએ લખ્યું – આ દિવસ પછી આ મહિલા કેટલી શાંતિથી સૂઈ હશે. તમને જણાવી દઈએ કે હાર્ટ એટેકના મોટાભાગના કેસોમાં પરિવારો CPRની સમજના અભાવે તેમના સ્વજનોનો જીવ બચાવી શકતા નથી.

હાર્ટ એટેકના કિસ્સામાં, CPR એ પ્રાથમિક સારવાર છે અને તે યોગ્ય રીતે થવી જોઈએ. આમાં, દર્દીની છાતી પર દબાણ નાખવામાં આવે છે. હાર્ટ એટેક આવતા જ હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. ત્યારબાદ આ CPR દ્વારા હૃદયને લોહી પમ્પ કરવામાં મદદ મળે છે અને ઓક્સિજનયુક્ત લોહી શરીરના અન્ય ભાગોમાં પહોંચવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Jo Baka (@jobakamedia)

Niraj Patel