જિંદગીના છેલ્લા પડાવમાં છત્રી લઈને દાદીને રસ્તો ક્રોસ કરાવતા દાદાના પ્રેમનો વીડિયો જીતી રહ્યો છે લાખો લોકોના દિલ, તમે પણ જુઓ

ચોમાસો મોટાભાગના લોકોને ગમતું હોય છે અને તેમાં પણ પ્રેમ પડેલા લોકોને તો ચોમાસુ ખુબ જ રોમાન્ટિક લાગે છે, ઘણા લોકો પોતાના પ્રિયજન સાથે આવા સમયે હાથમાં હાથ પકડીને ચાલવા લાગતા હોય છે તો કોઈ લોન્ગ ડ્રાઈવની મજા પણ માણવા માટે જતા હોય છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને પણ પોસ્ટ કરતા હોય છે, ત્યારે હાલ એક દાદા અને દાદીના પ્રેમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વૃદ્ધ દંપતી વરસાદમાં રોડ ક્રોસ કરી રહ્યા છે. દાદાએ છત્રી પકડી છે. દાદી બીના ના થાય તેનું તે પૂરેપૂરું ધ્યાન દાદા રાખે છે. ઉપરાંત, રોડ ક્રોસ કરતી વખતે વાહનો પર દાદા નજર રાખી રહ્યા છે. આ કપલને વરસાદમાં રસ્તા પર એકસાથે ચાલતા જોઈને, ઘણા યુઝર્સ તેમના બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડની કલ્પના પણ કરવા લાગ્યા, કારણ કે ભાઈ… તે પણ તેમની સાથે આવી જ રીતે ફરવા જવા માંગે છે.

આ સુંદર વિડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર theotherelement દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેણે આ સમાચાર લખ્યા ત્યાં સુધી 31.4 મિલિયન વ્યૂઝ અને 2.9 મિલિયનથી વધુ લાઈક મેળવી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર લોકો વીડિયોને શેર કરી રહ્યા છે જેઓ તેમના દિલની નજીક છે અથવા તેઓ વૃદ્ધાવસ્થામાં તેમની સાથે એક છત્રી નીચે ચાલવા માંગે છે.

ઘણા લોકોએ આ વીડિયોની અંદર ખુબ જ સરસ મજાની કોમેન્ટ પણ કરી છે, ઘણા લોકોને પોતાના દાદા દાદી યાદ આવી ગયા તો ઘણા લોકો પોતાના પ્રિયજન સાથે પોતાની વૃદ્ધાવસ્થા આવી રીતે પસાર થાય તેની કલ્પના કરી રહ્યા છે. સમગ્ર રીતે જોઈએ તો આ દાદા અને દાદીનો પ્રેમ જોઈને કોઈની પણ આંખોમાં ઠંડક ચોક્કસ પ્રસરી જશે.

Niraj Patel