ન્યૂઝીલેન્ડમાં પત્નીની નજર સામે જ પતિ દરિયામાં તણાયો, 2 મિત્રોને આંબી ગયું મૃત્યુ, ધ્રુસકે ધ્રુસકે બધા રડી પડ્યા

મોદી બચી ગયો પણ….3 માંથી બે પાક્કા મિત્રોના દર્દનાક મોત, દરિયામાં ગયેલા જૈન પાટીદાર યુવકનું મોત નીપજ્યું- જુઓ તસવીરો

ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી ઘણીવાર એવી એવી મોતની ખબર સામે આવે છે કે આપણે પણ હેરાન રહી જઇએ, હાલમાં પણ આવી જ એક ખબર સામે આવી છે જેમાં બે ગુજરાતીઓના મોત નિપજ્યા છે. અમદાવાદના ત્રણ યુવકોમાંના બેનું દરિયામાં ડૂબી જવાને કારણે મોત થયુ છે. જણાવી દઇએ કે, શનિવારના રોજ સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા બીચ ખાતે દરિયામાં ડૂબી જતાં બે ગુજરાતીઓના મોત થયાં છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે, તેમજ અમદાવાદ રહેતાં તેમનાં માતા-પિતાને પણ જાણ કરવામાં આવી છે.

આ ઘટનામાં જેનું મોત થયુ છે તેનું નામ 28 વર્ષીય સૌરિન પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહ છે. જો કે, આ ઘટનામાં અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાને કારણે તે બચી ગયો હતો. અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્ની સાથે દરિયા કિનારે ગયા હતા અને આ દરમિયાન જ આવી દુર્ઘટના ઘટી, જેનો તેમણે સપનામાં પણ વિચાર કર્યો નહિ હોય. ત્રણેય ખાસ મિત્રો દરિયાકિનારે ફરવા માટે ગયા હતા અને પત્નીની નજરની સામે જ બે યુવકોના મોત થતા તે ભારે આઘાતમાં છે.

પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપાશે. પોલીસ અનુસાર, પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા અને બંને યુવકોને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવ્યા પણ તેમને તાત્કાલિક તબીબી સારવાર આપવા છતાં તેઓ બચી શક્યા નહીં. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો, અને અંશુલ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો. તે નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ, સૌરીન પટેલ અને અપૂર્વ મોદી ત્રણેય મિત્રો હતા. સૌરીનને અપૂર્વ સ્કૂલ સમયથી ઓળખતો અને અંશુલને પણ ઘણા વર્ષોથી તે ઓળખતો. અંશુલ તેની પત્ની સાથે વર્કિંગ વિઝા પર ન્યૂઝીલેન્ડ ગયો હતો. અંશુલ, સૌરિન અને અપુર્વ દરિયાના પાણીમાં ગયા હતા. જ્યારે બંનેની પત્નીઓ બહાર ઉભી હતી. બહુ દૂર ગયા ન હતા અને એક બોલથી રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક વિશાળ મોજું ત્રણેય પર આવ્યુ અને સૌરીને અપુર્વનો હાથ પકડી લીધો. પણ અંશુલ વહી ગયો. સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે દરિયા કિનારે આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ બીજુ મોજું આવતાની સાથે જ બંને અલગ થઈ ગયા.

જો કે, અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો. જો કે, ઘટનાને લઇને કોઈએ 111 પર ફોન કર્યો અને લગભગ 15 મિનિટ પછી કોસ્ટગાર્ડ્સ આવી ગયા હતા અને પછીની 15-20 મિનિટમાં દરિયામાં ડૂબેલા બે યુવાનોને કિનારે લાવ્યા. બંનેને CRP આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ તેમને બતાવી શકાયા નહિ. મીડિયા રિપોર્ટ અનુસાર, એક સ્થાનિકે કહ્યું કે, હેલિકોપ્ટર આવ્યું અને એક વ્યક્તિને બચાવવાની કામગીરી શરૂ કરી, એટલામાં એક મહિલા પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદી, તેમણે તે વ્યક્તિને કેવી રીતે જોયો તે અમને ખબર નથી. ઓકલેન્ડના લાઇફગાર્ડ ફેરોન ટર્નર અનુસાર, સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ આપવામાં આવેલું છે.

Shah Jina