બોલિવુડ સ્ટાર્સ સાથે સાથે તેમના બાળકો પણ સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. તે પછી શાહરૂખ ખાનની દીકરી સુહાના હોય, શ્રીદેવી-બોની કપૂરની દીકરી જાહ્નવી-ખુશી હોય કે પછી અજય-કાજોલની દીકરી ન્યાસા હોય. આ સ્ટારકિડ્સના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે.
ત્યારે હાલમાં ન્યાસા દેવગનનો એક વીડિયો સામે આવ્યો છે, જે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. આ વીડિયોમાં ન્યાસા નાઇટ પાર્ટી પછી પોતાના મિત્રો સાથે બહાર આવતી જોઇ શકાય છે. પરંતુ આ સમયે તે ચારે બાજુ પેપ્સના કેમેરા વચ્ચે ફસાઇ ગઇ અને આ દરમિયાનનું ન્યાસાનું જે રિએક્શન હતુ, તે વાયરલ થઇ ગયુ. બોલિવુડના જાણિતા સ્ટાર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા અવાર નવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી નજર આવે છે.
ત્યારે હાલમાં તે સ્ટારકિડ્સના બેસ્ટફ્રેન્ડ એવા ઓરી અને બીજા કેટલાક મિત્રો સાથે પાર્ટી કરી બહાર આવતી સ્પોટ થઇ હતી. ન્યાસાને આવતી જોઇ પેપ્સ પણ તેની પાસે આવી જાય છે અને તેની તસવીરો-વીડિયો ક્લિક કરે છે. જો કે, આ સમયે ન્યાસા દેવગન પહેલા હેરાન રહી જાય છે અને પછી ગાડી શોધવા લાગે છે. પેપ્સની ભીડને કારણે તે ગાડીને જોઇ શકતી નથી, તે પછી ન્યાસા અજીબ ફની રિએક્શન આપે છે.
ન્યાસાનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે અને યુઝર્સ પણ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. ન્યાસા જ્યારે ગાડી શોધવા લાગે છે તો પેપ્સ તેને ગાઇડ કરે છે કે આ રહી ગાડી. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ- આટલો પણ નશો ના કરવો કે ગાડી જ ભૂલી જાવ, તો બીજાએ લખ્યુ- કેમેરો જોઇ ઓવરએક્ટિંગ કેમ કરી રહી છે. જો કે, આ દરમિયાન ન્યાસાના ચાહકો તેનો બચાવ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram