ન્યુટેલાના નિર્માતા ફ્રાંસેસ્કો રિવેલાનું નિધન, કેમેસ્ટ્રી રૂમમાં કર્યુ હતુ કામ
ન્યુટેલાના આવિષ્કારક ફ્રાંસેસ્કો રિવેલાનું 97 વર્ષની વયે નિધન, કેમેસ્ટ્રી રૂમમાં કરી ચૂક્યા છે કામ
ન્યુટેલાના સર્જક ફ્રાંસેસ્કો રિવેલાનું 97 વર્ષની વયે અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, તેમણે 14 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર આવતાની સાથે જ યુઝર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વિશ્વની સૌથી પ્રખ્યાત હેઝલનટ સ્પ્રેડ ન્યુટેલાને લોન્ચ કરનારા પહેલા ફ્રાંસેસ્કો રિવેલાએ મશહૂર ચોકલેટ બ્રાંડ ફેરેરોના માલિક પિએત્રો ફેરેરોના દીકરા મિશેલ ફેરેરો માટે કામ કર્યું હતું.
આ ટીમો સંપૂર્ણ સ્વાદની શોધમાં નવા ઉત્પાદનો, મિશ્રણ, શુદ્ધિકરણ અને સ્વાદના ઘટકોને વિકસાવવા માટે કાચા માલનો અભ્યાસ કરવા માટે જવાબદાર હતી. ફેરેરો ખાતેની તેમની લાંબી કારકિર્દી દરમિયાન રિવેલા કંપનીના વરિષ્ઠ મેનેજર બન્યા, જેની સ્થાપના 1946માં પિએત્રો ફેરેરો દ્વારા કરવામાં આવી હતી. રીપોર્ટ અનુસાર, ન્યુટેલાનું પહેલુ સંસ્કરણ મૂળરૂપથી ઝિયાનડુજોત તરીકે ઓળખાતું હતું, જે ઝિયાનડુજોતથી લેવામાં આવ્યુ હતું. તે ચોકલેટ અને હેઝલનટ્સથી બનેલ કન્ફેક્શન હતું, જે સૌપ્રથમ 1946માં વેચાયું હતું.
નિવૃત્ત થયા પછી રિવેલાએ પોતાને ફળોની ખેતી અને પલ્લાપુગનો માટે સમર્પિત કરી દીધા. તેમને ત્રણ પુત્રો, એક પુત્રી અને સાત પૌત્ર-પૌત્રીઓ છે.જણાવી દઇએ કે, તેઓ 25 વર્ષના હતા અને તેમણે ટ્યુરિનથી બ્રોમૈટોલોજિકલ કેમેસ્ટ્રીમાં ડિગ્રી હાંસિલ કરી હતી. રિવેલાએ ફેરેરોના “કેમિસ્ટ્રી રૂમ”માં કામ કર્યું હતું, જ્યાં બ્રાન્ડની સૌથી પ્રતિષ્ઠિત રચનાઓ જન્મી હતી.