અનેક ડાયરેક્ટર્સથી દગો ખાઇ ચૂકી છે નોરા ફતેહી, એક્ટ્રેસ સાથે કરાવી ચૂક્યા છે ફ્રીમાં ડાંસ
નોરા ફતેહીને ખોટા વાદા કરતા ડાયરેક્ટર્સ, રોલનો વાયદો કરી કરાવી લેતા આ કામ
‘જૂઠ, કપટ અને દેખાડો’… જો આ શબ્દો બોલિવૂડ સાથે જોડાયેલા હોય તો તેનાથી ઇનકાર ન કરી શકાય. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ એવા ઘેરા રહસ્યો જાહેર કર્યા છે કે ક્યારેક તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હવે આ લિસ્ટમાં ડાન્સિંગ ક્વીન અને સેંસેશન નોરા ફતેહીનું નામ પણ સામેલ થઈ ગયું છે.
નોરાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં કંઈક એવું કહ્યું જેનાથી ઇન્ડસ્ટ્રીનું બીજું એક કાળું સત્ય બહાર આવ્યું છે. અભિનેત્રીએ આ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે ઘણા બોલિવૂડ ડાયરેક્ટર્સે તેને મોટી ફિલ્મનું વચન આપીને મફતમાં ગીતો શૂટ કરાવ્યા અને પછી તે છૂમંતર થઈ ગયા. કમરિયા, દિલબર અને સાકી-સાકી જેવા ગીતોમાં પોતાની અદ્ભુત ડાંસ સ્ટાઇલથી ધૂમ મચાવનાર નોરાનો આ ઇન્ટરવ્યુ ચોંકાવનારો છે.
બીબીસી એશિયા નેટને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાની આપવીતી સંભળાવી. અભિનેત્રી કહે છે, ‘મેં હવે સંવેદનશીલ બનવાનું છોડી દીધું છે. પહેલા હું ખૂબ રડતી હતી પણ હવે મેં આ બધી બાબતો માટે રડવાનું બંધ કરી દીધું છે. પહેલાં, હું અસ્વીકાર, ગપસપ અને કામના અભાવે રડતી હતી. ધીમે ધીમે મને સમજાયું કે આ બધું હવે મારા માટે એટલું મહત્વનું નથી. જો તમે મને ના કહો છો, તો મને કામ ના આપો, તો હું મારા માટે કામ શોધીશ.’
આ ઇન્ટરવ્યુમાં નોરા ફતેહીએ આગળ કહ્યું, ‘મેં એજન્સીઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓ પર આધાર રાખવાનું છોડી દીધું છે. કેટલાક લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે જો તમે અમારી ફિલ્મમાં એક ગીત કરો છો, તો અમે તમને અમારી આગામી ફિલ્મમાં લેવાનું વચન આપીએ છીએ. પછીથી તેઓએ એવું ન કર્યું. આ લોકો અદૃશ્ય થઈ ગયા. હવે હું આ ત્યારે જ કરીશ જ્યારે મને લાગશે. મને બદલામાં કંઈ જોઈતું નથી. હું આ રીતે આગળ વધી રહી છું.
જણાવી દઈએ કે કેનેડામાં જન્મેલી નોરા ફતેહીએ મોડેલિંગથી અભિનય સુધીની સફર કરી છે. લાંબા સંઘર્ષ પછી નોરાને રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સમાં એક ગીત કરવાની તક મળી. આ પછી, નોરાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ પછી, તેણે આઇટમ સોંગ્સ કરવાનું શરૂ કર્યું. અહેવાલો અનુસાર, નોરા ફતેહી હવે એક આઇટમ સોંગ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.